કેજીએફના ડિરેક્ટર પ્રશાંત નીલની ફિલ્મ સલાર માટે સુપરસ્ટાર પ્રભાસનો ફર્સ્ટ લૂકઆઉટ…

મુંબઈ : સુપરસ્ટાર પ્રભાસ સાથે કામ કરવા બાબતે KGFના ડિરેક્ટર પ્રશાંત નીલ વિશે ઘણી અટકળો કરવામાં આવી હતી. અહેવાલો મુજબ ડિરેક્ટર પ્રશાંત નીલ આગામી ફિલ્મની સ્ટોરીના નરેશન માટે પ્રભાસને હૈદરાબાદમાં મળ્યા હતા. પ્રશાંતની આ ફિલ્મ સલાર વર્ષ ૨૦૨૧ના અંતે અથવા ૨૦૨૨ની શરૂઆતમાં રીલિઝ કરવામાં આવશે.
ફિલ્મના નિર્માતાઓએ ધ મોસ્ટ વાયોલન્ટ મેનના કેપ્શન સાથે ટિ્‌વટર પર પ્રભાસનો ફર્સ્ટ લૂક અને ફિલ્મનું નામ શેર કર્યું હતું. અગાઉ પણ ફિલ્મના નિર્માતાઓએ કઈ રોમાંચક એક્શન ફિલ્મ વિશેની જાહેરાત ટિ્‌વટર પર કરી હતી. ઉપરાંત નિર્માતાએ લખ્યું હતું કે મેકર્સ કરતા પ્રેક્ષકો હંમેશાં સિનેમાને પ્રેમ કરતા આવ્યા છે. આગામી ફિલ્મ સલાર અને પ્રભાસનો ફર્સ્ટ લૂકની જાહેરાત કરી ત્યારે પ્રેક્ષકોએ ટિ્‌વટર પર સારો પ્રતિસાદ આપ્યો હતો.