કૃતિ સેનન અને પંકજ ત્રિપાઠી ‘મિમિ’માં ફરી સાથે ચમકશે…

ફિલ્મમેકર દિનેશ વિજનની અપકમિંગ ફિલ્મ ‘મિમિ’નું અનાઉન્સમેન્ટ થયું છે. ‘બરેલી કી બર્ફી’, ‘લુકા છુપી’ ફિલ્મ બાદ દિનેશ વિજન અને પંકજ ત્રિપાઠી ફરીવાર દિનેશ વિજન સાથે કામ કરી રહ્યા છે. આ ફિલ્મને ‘લુકા છુપી’ ફેમ ડિરેક્ટર લક્ષમણ ઉતેકર જ ડિરેક્ટ કરવાના છે. એટલે ‘લુકા છુપી’ની સફળ ટીમ ફરીવાર સાથે કામ કરી રહી છે. કૃતિ સેનને ફિલ્મની જાહેરાત કરતાં જણાવ્યું કે, ‘જિંદગી ઘણા બધા અણધાર્યા ચમત્કારોથી ભરેલી સફર છે. ક્યારેય જોઈ ન હોય એવી જર્ની માટે તૈયાર થઇ જાઓ.’
‘મિમિ’ ફિલ્મ મરાઠી ફિલ્મ ‘માલા આઈ વ્હાયચય’ નામની ફિલ્મ પર આધારિત છે. આ ફિલ્મને ૨૦૧૧માં મરાઠી ફિલ્મનો બેસ્ટ ફીચર ફિલ્મનો નેશનલ અવોર્ડ મળ્યો હતો. આ ફિલ્મ સરોગસી પર આધારિત છે.
દિનેશ વીજને ફિલ્મ વિશે જણાવ્યું કે, ‘લાગણીસભર દુઃખી વાર્તા કહેવામાં અલગ રોમાંચ અને અને એક સત્ય ઘટના પર આધારિત વાર્તા કહેવામાં પણ અલગ રોમાંચ છે. મિમિ એક એવી જ સ્ટોરી છે. આ ફિલ્મ એવી કહાની બતાવે છે જેમાં એક મહિલા ક્યારેય માતા બનવા નથી માગતી અને એક માતા બનવા માટે રાહ જોઈ શકતી નથી.’