કુટુંબમાં મને કોઇ સ્ટાર ગણતું નથી : સોનાક્ષી સિંહ

મોખરાની ગણાતી અભિનેત્રી સોનાક્ષી સિંહાએ કહ્યું હતું કે મારા પરિવારમાં કોઇ મને સ્ટાર ગણતું નથી કે એ પ્રકારનું માન આપતું નથી.
‘મારાં માતાપિતા પોતે સફળ અદાકાર રહી ચુક્યા છે. પરિવારમાં પહેલેથી ફિલ્મી વાતાવરણ હતું. મારા પિતા પોતે સુપર સ્ટાર રહી ચુક્યા છે એટલે એમને બરાબર ખ્યાલ હતો કે પુત્રી સાથે કેવાં વાણી-વર્તન રાખવા. મારા ભેજામાં સફળતાની રાઇ ભરાઇ ન જાય એ માટે પહેલેથી મારાં માતાપિતા સાવધ હતાં. તેમણે કદી મને સ્ટાર તરીકે સ્વીકારી નથી કે ઘર પરિવારમાં મને કદી સ્પેશિયલ ટ્રીટમેન્ટ મળી નથી’ એમ સોનાક્ષીએ કહ્યું હતું.
એણે વધુમાં કહ્યું કે મારા પગ સદાય ભોંય પર ટકી રહે એ માટે મારા પરિવારે મારી સાથે નોર્મલ સંબંધ રાખ્યો છે. હું કોઇ વિશેષ વ્યક્તિ છું એવું કદી મારી સાથે વર્ત્યા નથી. મારા ભાઇઓ સાથે મારાં માતાપિતા જેવું વર્તન રાખે છે એવુંજ મારી સાથે રાખે છે જેથી હું હવામાં ઊડવા ન માંડું.