‘કિક-૨માં’ દીપિકા સુપરસ્ટાર સલમાન સાથે રોમાન્સ કરશે..?!!

બોલિવૂડ સ્ટાર સલમાન ખાને બોલિવૂડની મોટાભાગની લીડિંગ એક્ટ્રેસિસ સાથે કામ કર્યું છે. પ્રિયંકા ચોપરા, કેટરિના કૈફ, ઐશ્વર્યા રાય, માધુરી દીક્ષિત તો આલિયા ભટ્ટ સાથે ‘ઈન્શાઅલ્લાહ’માં કામ કરશે. જાકે, હજી સુધી સલમાને એકટ્રેસ દીપિકા પાદુકોણ સાથે કામ કર્યું નથી. બંનેએ એકબીજા સાથે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે પરંતુ હજી સુધી એક પણ ફિલ્મમાં સાથે જાવા મળ્યાં નથી. જાકે, હવે ચર્ચા છે કે સલમાન ખાનની ‘કિક ૨’ માટે દીપિકા પાદુકોણનો સંપર્ક કરવામાં આવ્યો છે.
૨૦૧૪માં રિલીઝ થયેલી ‘કિક’ માટે મેકર્સે સૌ પહેલાં દીપિકા પાદુકોણનો જ સંપર્ક કર્યો હતો. જાકે, કેટલાંક કારણોસર દીપિકા આ ફિલ્મ કરી શકી નહીં અને તેના સ્થાને જેક્લીન ફર્નાÂન્ડઝ જાવા મળી હતી. હવે મેકર્સે ફરીવાર ફિલ્મની સીક્વલ માટે દીપિકા પાદુકોણનો સંપર્ક કર્યો છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, દીપિકા ફિલ્મમાં સલમાન ખાનની ટિપિકલ હિરોઈનનો રોલ કરવા માંગતી નથી. ફિલ્મમાં જે રીતે સલમાનનો રોલ પાવરફૂલ હોય છે, તે જ રીતે દીપિકા પોતાનો રોલ દમદાર ઈચ્છે છે.