કાર્તિક આર્યન અન્યને ડેટ કરે છે તો ભલે કરે ઃ અનન્યા પાંડે

ખમતીધર ફિલ્મ સર્જક કરણ જાહરની ફિલ્મ સ્ટુડન્ટ આૅફ ધી યર ટુથી અભિનય ક્ષેત્રે ઝંપલાવી રહેલી નવોદિત અભિનેત્રી અનન્યા પાંડેએ  હતું કે કાર્તિક આર્યન અન્યને ડેટ કરતો હોય તો ભલે કરે, મારે કબાબમાં હડ્ડી બનવું નથી.
વીતેલા દાયકાના મોખરાના અભિનેતા ચંકી પાંડેની પુત્રી એવી અનન્યા કરણ જાહરના હિટ ટીવી શો કાફી વીથ કરણમાં મહેમાન તરીકે આવી હતી ત્યારે એણે હતું કે મને કાર્તિક આર્યન ક્્યૂટ લાગે છે. એની સાથે ડેટિંગ કરવાની મારી ઇચ્છા છે.
પરંતુ કાર્તિક તો સારા અલી ખાન સાથે મહિલા ડેટિંગ કરી રહ્યો છે એવું જણાવતાં અનન્યાએ  કે ભલે કરે, મારે એ બંનેના અફેરમાં કબાબમાં હડ્ડી બનવું નથી.
અનન્યા અને તારા સૂતરિયા બંને સ્ટુડન્ટ આૅફ ધી યરમાં ટાઇગર શ્રોફ સાથે ચમકી રહી છે. હાલ એ પોતાની આ પહેલી ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. અત્યાર અગાઉ સારા અલી ખાન પણ કહી ચૂકી છે કે મને કાર્તિક આર્યન સાથે ડેટિંગ કરવામાં રસ છે. કાર્તિક અને અનન્યા પતિ પત્ની ઔર વોની રિમેકમાં સાથે ચમકી રહ્યાં છે.