કાર્તિક આર્યને ૪.૫ કરોડની લેમ્બોર્ગિની યુરુસ ઈટાલીથી મગાવી…

5

મુંબઈ : બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યનનો ૫ એપ્રિલના રોજ કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. કાર્તિક આર્યને હાલમાં જ ૪.૫ કરોડ રૂપિયાની લેમ્બોર્ગિની યુરુસ ખરીદી છે. કાર્તિકે ખાસ આ કાર ઈટાલીથી મગાવી છે.
કાર્તિકે સ્પેશિયલ ઈટાલીથી એરલિફ્ટ કરીને કાર ભારત મગાવી છે. સામાન્ય રીતે લેમ્બોર્ગિની માટે ત્રણ મહિનાનો વેઈટિંગ પિરિયડ હોય છે, જોકે કાર્તિક રાહ જોવા તૈયાર નહોતો. કાર્તિકે સ્પેશિયલી ૫૦ લાખ રૂપિયા વધારે આપીને કાર ભારત મગાવી છે.
હાલમાં કાર્તિક આર્યન ’ભૂલ ભુલૈયા ૨’ના શૂટિંગમાં વ્યસ્ત હતો, જોકે આ દરમિયાન તેને કોરોના થયો હતો. ૧૪ દિવસ ઘરમાં આઈસોલેટ રહ્યા બાદ કાર્તિક આર્યનનો રિપોર્ટ નેગેટિવ આવી ગયો છે. કાર્તિક આર્યનના અપકમિંગ પ્રોજેક્ટની વાત કરીએ તો ’ભૂલ ભુલૈયા ૨’ ઉપરાંત ’ધમાકા’, ’દોસ્તાના ૨’, ’સોનુ કે ટીટૂ કી સ્વીટી ૨’ જેવી ફિલ્મ છે. કાર્તિકે માત્ર ૧૦ દિવસમાં ’ધમાકા’ ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું હતું.