કારમાં ટિક-ટોક વીડિયો બનાવતી વખતે ગોળી વાગતા યુવકનું મોત

દેશના પાટનગર દિલ્હીમાં એક ચોંકાવનારી ઘટના બની છે. દિલ્હીના ઇÂન્ડયા ગેટ પાસે ટિક-ટોક વીડિયો બનાવવા માટે બંદૂકનો ઉપયોગ કરતા ભૂલથી ગોળી છૂટી જતા એક ૧૯ વર્ષીય યુવકનું મોત થઇ ગયું છે.
પોલીસે જણાવ્યું હતું કે, શનિવારે રાત્રે સલમાન તેના મિત્રો સોહલે અને આમિર સાથે ક્રેટા કારમાં બેસીને ઇÂન્ડયા ગેટ પહોંચ્યા હતા. ત્યાંથી પરત ફરતી સમયે કારમાં સોહેલે ટિક-ટોક વીડિયો બનાવવા માટે એક દેસી બંદૂક કાઢી હતી. સોહેલે કાર ચલાવી રહેલા સલમાન પર બંદૂક ચીંધી હતી અને ગોળી ચાલી ગઇ હતી. ગોળી સલમાનના ડાબા ગાલ પર વાગી હતી.
પોલીસે જણાવ્યું હતું કે, આ ઘટના મધ્ય દિલ્હીના બારાખંભા રોડની પાસે રણજીત સિંહ ફ્લાઇઓવર પાસે બની હતી. ઘટના બાદ બન્ને મિત્રો ગભરાઇ ગયા અને દરિયાગંજમાં સોહેલના સંબંધીના ઘરે ગયા હતા. ત્યાં તેમણે લોહીથી લથબથ કપડાં બદલ્યા અને પછી સંબંધીને લઇને સલમાનને નજીકની હોÂસ્પટલ લઇ ગયા હતા, જ્યાં હાજર તબીબોએ તેને મૃત જાહેર કરી દીધો હતો.
બારાખંભા રોડ પોલીસે આર્મ્સ એક્ટ, હત્યા અને પુરાવા નષ્ટ કરવાના પ્રયાસ હેઠળ કેસ દાખલ કર્યો છે. પોલીસે આમિર, સોહેલ અને અન્ય એક વ્યÂક્ત શરીફની ધરપકડ કરી છે.