કારગિલ વિજય દિને અક્ષયે જવાનોનો ‘તેરી મિટ્ટી’ ગીત ગાતો વીડિયો શૅર કર્યો…

મુંબઈ,
અક્ષય કુમારે કારગિલ વિજય દિવસ પર ભારતીય સેનાને જવાનોનો સેલ્યૂટ કરતો એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં સૈનિકો એક્ટર અક્ષયની ફિલ્મ ‘કેસરી’નું ગીત ‘તેરી મિટ્ટી…’ ગીત ગાતા જોવા મળે છે. અક્ષયે લખ્યું હતું, આ વીડિયોએ મારો દિવસ બનાવી દીધો. જ્યારે તમારું નાનકડું યોગદાન લોકો સુધી પહોંચે છે. આ સિવાય વધું શું જોઈએ. આપણાં ભારતના વીરોને લાખો સલામ…

અક્ષય કુમારે પોતાની પોસ્ટમાં ‘ભારત કે વીર’નો ઉલ્લેખ કર્યો છે. ‘ભારત કે વીર’ ગૃહ મંત્રલાય દ્વારા બનાવવામાં આવેલું એક ટ્રસ્ટ છે. જેના સાત ટ્રસ્ટીમાંથી એક ટ્રસ્ટી અક્ષય કુમાર પણ છે. આ ટ્રસ્ટનો ઉદ્દેશ સીએપીએફ જવાનોના પરિવારને મદદ કરવાનો છે, જેમાં દેશની સામાન્ય જનતા સરળતાથી મદદ કરી શકે છે. અક્ષયે કારગિલ વિજય દિવસ પર આ પોસ્ટ કરી છે.