કાન્સ ફિલ્મોત્સવમાં હાજરી પૂર્વે કંગનાએ પાંચ કિલો વજન ઘટાડ્યું

કંગના રણૌત બોલીવૂડની ટેલેન્ટેડ અભિનેત્રી ઉપરાંત ફિટનેસ માટે સજાગતા માટે પણ જાણીતી છે. કાયાને ફિટ રાખવા માટે એ આકરી કસરતો પણ કરે છે.
‘મણિકર્ણિકા’ની રાણી લક્ષ્મીબાઈ, કંગના હાલ કાન્સ ફિલ્મ ફેસ્ટવલમાં હાજરી આપવા માટે સજ્જ થઈ રહી છે. પહેલી જ ઈમ્પ્રેશનમાં છવાઈ જવાય એ માટે તે પોતાની કાયાને ફિટ બનાવી રહી છે. એણે માત્ર ૧૦ દિવસમાં જ પાંચ કિલો વજન ઘટાડી દીધું છે.
કંગનાની ટીમે અમુક તસવીરો અને વિગતો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. કંગના છેલ્લે ઐતિહાસિક કથાવાળી ‘મણિકર્ણિકાઃ ધ ક્વીન ઓફ ઝાંસી’માં જાવા મળી હતી જેમાં એણે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનો રોલ કર્યો હતો.