કાંઈક અસમાન્ય થઇ રÌšં છે, ભગવાન અમારી દિલ્હી પર કૃપા કરેઃ કેજરીવાલ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બુધવારે અચાનક ટ્‌વીટ કરીને જણાવ્યું હતું કે, દિલ્હીમાં કાંઇક અસમાન્ય થઇ રÌšં છે. ભગવાન દિલ્હીની રક્ષા કરે. લોકો કેજરીવાલની આ ટ્‌વીટનો અર્થ સમજી શક્્યા ન હતા પરંતુ કેજરીવાલની ટ્‌વીટનો જવાબ આપતાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તા પ્રીતિ શર્મા મેનનને જણાવ્યું હતું કે, હા હવે સ્પષ્ટ છે કે આમ આદમી પાર્ટી દિલ્હી જીતી રહી છે.
પ્રીતિની ટ્‌વીટ વાંચીને લોકોને જાણ થઇ હતી કે અરવિંદ કેજરીવાલ શું કહેવા માગતા હતા. અરવિંદ કેજરીવાલ લોકસભા ચંટણીમાં પોતાના વિજય તરફ ઇશારો કરી રહ્યા હતા. તેમણે ટ્‌વીટ કરતા લખ્યું હતું કે, તાજેતરમાં દિલ્હીમાં આપની તરફેણમાં ઉછાળો જાવા મળ્યો છે. કાંઇક અસામાન્ય થઇ  છે. ભગવાન અમારી દિલ્હી પર કૃપા કરે.
સોમવારે કેજરીવાલે મતદાતાઓને જણાવ્યું હતું કે, કોઇ અન્ય રાજકીય પક્ષ નાણાં આપવા આવે તો નાણાં લઇ લેજા પરંતુ વોટ તો આપને જ આપજા. તેમના આ નિવેદન અંગે ચૂંટણી પંચે તેમને નોટિસ પણ ફટકારી હતી.