કર્ણાટકમાં આવેલા મૈસૂર પેલેસની ભવ્યતા જોવા માટે દેશવિદેશના પર્યટકોની લાગે છે ભીડ

અંબા વિલાસના નામથી જાણીતો મૈસૂર પેલેસ દેશની એ જગ્યાઓમાં સામેલ છે, જ્યાં પર્યટકોની સૌથી વધુ ભીડ જોવા મળે છે. કર્ણાટક સ્થિત આ મહેલમાં મૈસૂરનો શાહી પરિવાર રહે છે.

મહેલની અંદરની ભવ્યતા તો પછી, બહારનો નજારો પણ એટલો સુંદર હોય છે, જેને જોયા બાદ મહેલને અંદરથી જોયા વિના પાછા ફરવું અસંભવ છે. આમ તો મૈસૂર મહેલની ભવ્ય સુંદરતા જોવા માટે દિવસે નહીં રાત્રે જવાનો પ્લાન બનાવજો કે જ્યારે સુંદર લાઈટ્સની સાથે તેની સુંદરતા ચરમ પર હોય છે.

આ મહેલમાં ઈન્ડો-સારાસેનિક, દ્રવિડિયન, રોમન અને ઓરિએન્ટલ શૈલીનું વાસ્તુશિલ્પ જોવા મળે છે. આ ત્રણ માળના મહેલના નિર્માણ માટે ભૂરા ગ્રેનાઈટ, જેમાં ત્રણ ગુલાબી સંગેમરમરના ગુંબજ હોય છે, નો ઉપયોગ કરવામાં આવ્યો છે. મહેલની સાથો-સાથ અહીં 44.2 મીટર ઊંચો એક ટાવર પણ છે, જેનો ગુંબજ સોનામાંથી બનાવવામાં આવ્યો છે.

આ ઉપરાંત, અહીં એક લાકડાનો બનેલો હાથી હૌદા છે, જેને 81 કિલો સોનાથી શણગારવામાં આવ્યો છે. ગોંબે થોટીની સામે દશેરા પર સમારોહનું સમાપન કરવામાં આવે છે અને 200 કિલોના મુગટને સામાન્ય લોકો માટે પ્રદર્શિત કરવામાં આવે છે.

જગમોહન મહેલની ગણના શહેરના સૌથી જુના ભવનોમાં થાય છે. જો તમે મૈસૂરમાં હો તો આ મહેલ જોવાનો પ્રયત્ન જરૂર કરો.

આ મહેલનું નિર્માણ મૈસૂરના રાજાઓ દ્વારા 1961માં કરવામાં આવ્યું હતું. 1897માં જ્યારે જુનો લાકડાનો મહેલ આગમાં બળીને ખાક થઈ ગયો હતો ત્યારબાદ મુખ્ય મહેલનું નિર્માણ થવા સુધી જગમોહન મહેલ શાહી પરિવારોનું નિવાસ સ્થાન પણ રહ્યો.