કરોડો લોકો માટે પ્રેરણાસ્ત્રોત હતા સુષ્માજી, રાજનીતિમાં એક શાનદાર અધ્યાય સમાપ્ત : પીએમ મોદી

તેમણે પોતાનું જીવન સાર્વજનિક સેવા અને ગરીબોના જીવનને સમર્પિત કર્યું…

નવી દિલ્હી : દેશના પૂર્વ વિદેશમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા સુષ્મા સ્વરાજના નિધન પર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ  મોદીએ દુખ વ્યક્ત કર્યું હતું. તેમણે ટ્વિટ કર્યું હતું કે ભારતીય રાજનીતિમાં એક શાનદાર અધ્યાય સમાપ્ત થઈ ગયો. તેમણે પોતાનું જીવન સાર્વજનિક સેવા અને ગરીબોના જીવનને સમર્પિત કર્યું. સુષ્મા સ્વરાજ જી કરોડો લોકો માટે પ્રેરણાસ્ત્રોત હતા.