કરણ જોહર વડાપ્રધાન બનશે તો આ સેલિબ્રિટીઓને આપશે વિશેષ મંત્રાલયોની જવાબદારી

નાના પરદાના સુપરહિટ કોમેડી શો ‘ધ કપિલ શર્મા શો’ના શનિવારના એપિસોડમાં કાજોલ અને કરણ જોહર ખાસ મહેમાન બનીને આવ્યા હતા. અહીં કપિલ તો કરણ જોહરની પ્રશંસા કરી રહ્યો હતો, પરંતુ કરણે કપિલ સાથે ખુબ મજાક મસ્તી કરી હતી. અંગ્રેજીને લીધે કરણે ક્યારેક કપિલની સ્ટાઇલમાં તો ક્યારેક પોતાની અદાઓમાં કપિલની મજાક ઉડાવી હતી. આ શોને પણ જાણે લોકસભા ચૂંટણીનો રંગ લાગ્યો હતો. કપિલે આ દરમિયાન એવા સવાલ કર્યા જે રાજનીતિ સાથે સંકળાયેલા હતા તો કરણ જોહરે પણ તેના સરસ જવાબો આપ્યા હતા.કપિલ શર્માએ કરણ જોહરને સવાલ કર્યો હતો કે માની લો કે, જો તમે વડાપ્રધાન બનો તો કયા સેલિબ્રિટીને કયું મંત્રાલય આપશે. આના પર તે ધ્યાનથી કપિલના ઓપ્શન સાંભળી રહ્યો હતો. કપિલે હેલ્થ મિનિસ્ટરનું નામ લેતા કરણ જોહરે વિચાર્યા વિના અક્ષય કુમારનું નામ લીધું હતું. કરણે કહ્યું કે, અક્ષયના શરીરમાં એક પણ કેમિકલ જતું નથી અને તે ઘણો સ્વસ્થ રહે છે અને માત્ર દુધ, ઘી અને માખણ જેવી વસ્તુ ખાયા કરે છે.ગોસિપી મંત્રાલયનું નામ સાંભળતા જ કરણે કરીના કપૂરનું નામ લીધું હતું. કરણે કહ્યું કે, કરીના રોજ સવારે ઉઠીને પોતાના સર્કલ પાસે સમાચારો લે છે અને કોઇક કન્ફર્મેશન જોઇએ તો મને કોલ કરે છે અને અમે પછી ડિસ્કસ કરીએ છીએ. કરણ જોહરે ફેશન મંત્રાલય માટે સોનમ કપૂરની પસંદગી કરી હતી.