’કબીર સિંહ’ બોક્સ ઓફિસ પર છવાઇ, કરી રૂ. ૭૦.૮૩ કરોડની કમાણી

મુંબઈ,
બોલિવૂડ એક્ટર શાહિદ કપૂરની ફિલ્મ ’કબીર સિંહ’ કોઇને ખુબજ ગમી રહી છે તો કેટલાંક એવાં છે જેમને આ ફિલ્મથી નફરત થઇ રહી છે. ઓડિઅન્સ તેને મિક્સ રિએક્શન આપી રહ્યાં છે. પણ બોક્સ ઓફિસ પર આ ફિલ્મનું પરફોર્મન્સ શાનદાર છે. ફિલ્મે રિલીઝનાં દિવસે એટલે કે ૨૧ જૂનનાં ૨૦ કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

બીજા દિવસે ફિલ્મની કમાણી ૨૨.૭૧ કરોડ રૂપિયા હતી. આ સાથે ફિલ્મની કૂલ કમાણી ૪૨.૯૨ કરોડ રૂપિયા હતી. જ્યારે ફિલ્મની ત્રીજા દિવસની કમાણી એટલે કે રવિવારની કમાણી ૨૭.૯૧ લાખ રૂપિયા હતી. આ ફિલ્મે કૂલ ૭૦.૮૩ કરોડ રૂપિયાનો બિઝનેસ કરી લીધો છે.

આ ફિલ્મ દેશભરમાં ૩૧૨૩ સ્ક્રિન્સ પર રિલીઝ કરવામાં આવી છે. આખા વર્ષમાં રિલીઝ થયેલી બ્લોક બસ્ટર ફિલ્મોમાં ’કબિર સિંઘ’ એક માત્ર એવી ફિલ્મ છે જે રેગ્યુલર શુક્રવારનાં રોજ રિલીઝ થઇ હોય. ’કબિર સિંહ’ તેલુગુ બ્લોક બસ્ટર ફિલ્મ ’અર્જુન રેડ્ડી’ની રિમેક છે. આ એક સાઇકો લવરની કહાની છે. આ ફિલ્મમાં શાહિદની એક્ટિંગ લોકોને પસંદ આવી છે. ફિલ્મમાં શાહિદ અને કિઆરા અડવાણી લિડ રોલમાં છે.