કડાણા ડેમમાંથી ૭ લાખ ક્યુસેક પાણી છોડાયુ, કાંઠાગાળાના ૧૧ ગામોને કરાયા એલર્ટ…

ઠાસરા તાલુકાના કોતરીયા, રાણીયા, ભદ્રાસા, ચિતલાવ, અકલાચા તેમજ ગળતેશ્વર તાલુકાના વનોડા, મહી ઇંટાડી, કુણી, ગળતેશ્વર, પાલી, સીંગોલ સહીત કુલ – ૧૧ ગામોને એલર્ટ…

ફ્લડ કંટ્રોલ સેલ કડાણાના જણાવ્યા મુજબ ઉપરવાસમાં ભારે વરસાદ, સ્ત્રા વ વિસ્તાનરમાં વધુ વરસાદ તથા ઉપરવાસમાં રાજસ્થાોનમાં આવેલ મહીબજાજ સાગર, સોમકલમા ડેમ, જાખમ ડેમ માંથી પાણી છોડવાના કારણે કડાણા જળાશયમાંથી પાવરહાઉસ મારફતે તેમજ ડેમના દરવાજા ખોલી ચાર લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. આ ઉપરાંત પાનમ જળાશયમાંથી અંદાજે એક લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જેથી મહી નદીમાં છોડવામાં આવેલ પાણી તથા વરસાદને ધ્યાજને લેતા વણાંકબોરી વિયરમાંથી સાંજ સુધી અંદાજે સાત લાખ ક્યુસેક પાણી પસાર થવાની સંભાવના છે.
મહી નદીમાં કડાણા ડેમનું પાણી છોડાતા મહી કાંઠાના ઠાસરા તાલુકાના કોતરીયા, રાણીયા, ભદ્રાસા, ચિતલાવ, અકલાચા તેમજ ગળતેશ્વર તાલુકાના વનોડા, મહી ઇંટાડી, કુણી, ગળતેશ્વર, પાલી, સીંગોલ સહીત કુલ – ૧૧ ગામોને એલર્ટ કરવામાં આવ્યા હોવાનું કલેકટરશ્રી સુધીર પટેલે જણાવ્યું છે.
ઉપરવાસમાં ભારે વરસાદની આગાહીને અનુલક્ષીને જિલ્લા કલેક્ટર સુધીર પટેલે તમામ તાલુકા પ્રસાશનો, જિલ્લા પંચાયત તંત્ર અને જિલ્લા પોલીસ તંત્રને સતર્ક રહેવા સૂચના આપી છે. તમામ તાલુકા પુર નિયંત્રણ કક્ષોને જિલ્લા પુર નિયંત્રણ કક્ષ સાથે સતત સંપર્ક જાળવવા અને વરસાદી ઘટનાઓની સતત જાણ કરવા જણાવાયું છે.
જિલ્લા કલેકટરે જિલ્લાના લોકોને આ આગાહીના સંદર્ભમાં તમામ પ્રકારની તકેદારી રાખવા, ભારે વરસાદના સંજોગોમાં બહાર નહિ નીકળવા, પાણી ભરાયા હોય એવા સ્થળો, નદી કાંઠાઓ, તળાવો, ચેકડેમો ઇત્યાદિથી દુર રહેવા, વીજ સ્થાપનોથી દુર રહેવા અને જરૂર જણાય સલામત સ્થળે ખસવાની સુસજ્જતા રાખવા અનુરોધ કર્યો છે. ખેડા જિલ્લાુમાં સંભવિત પરિસ્થિણતિને પહોંચી વળવા જિલ્લાળ પ્રશાસન સજ્જ હોવાનું કલેકટરશ્રીએ ઉમેર્યુ હતું.