કંપનીનાં માલિકે ચોરીની આશંકાએ ૨ સફાઇકર્મી મહિલાને ડામ દેતા ખળભળાટ

દાદરા ખાતે આવેલી હાઇલાઇન કંપનીમાં સફાઇકર્મચારી તરીકે માયા અહીબરણ જેશવાલ અને મમતા જેશવાલ કામ કરે છે. ત્રણ દિવસ પહેલા કંપનીમાંથી તાબાના વાયર ચોરાતા દાદરા પોલીસને જાણ કરવામાં આવી હતી. તેમાં કંપનીના માલિક દિક્ષીત જરીવાલા અને મેનેજર દીપેન્દ્ર રાયે બંને મહિલા સફાઇ કર્મચારી પર શંકા દર્શાવતા પોલીસે તેઓની પુછપરછ કરી હતી.
ભોગ બનનાર મહિલાએ જણાવ્યું હતું કે, કંપનીના માલિક દીક્ષિત અને મેનેજર દીલીપ અમને કારમાં બેસાડી કંપનીમાં લઇ ગયા હતા. ત્યાં અમારી પર ચોરી કબુલ કરાવવા લાકડીથી ફટકા માર્યા હતા ત્યારબાદ સોલ્ડરીંગ મશીન વડે ગુપ્ત ભાગે ગરમ ગરમ ડામ પણ માર્યા હતાં.
કાનમાંથી સોનાની વાળી તોડી નાખી હતી. તે પછી અમને ફરી કારમાં બેસાડી જંગલ વિસ્તારમાં ગોળ ગોળ ફેરવ્યા હતા અને ચોરી કબુલ નહી કરે તો ચાર જણાને બોલાવી દુષ્કર્મ કરાવી અહીં જ છોડી દેવાની ધમકી આપી હતી છોડ્યા હતા. બન્ને લથડતી હાલતમાં ઘરે આવી હતી.
હોસ્પટલ દ્વારા પોલીસને જાણ કરતા પોલીસ હોસ્પટલ ખાતે દોડી આવી બંને મહિલાઓની વાત સાંભળી હતી. ત્યાર પછી પોલીસે માલિક દીક્ષિત માગીલાલ જીરાવાળા રહેવાસી વાપી,અને મેનેજર દીપેન્દ્ર રામગણ રાય રહે,દાદરા સાઇ કોમ્પલેશ્ર સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.