કંગના રનૌતથી બચવાની વેક્સીન માત્ર કંગના જ બનાવી શકે છે : સોના મહાપાત્રા

13

મુંબઈ : એક્ટ્રેસ કંગના રનૌત સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે રોજ કોઈને કોઈ મુદ્દે તેના મંતવ્ય રજૂ કરતી રહે છે. તેના સ્ટેટમેન્ટ પર ઘણા લોકો તેને સપોર્ટ કરે છે, તો ઘણા સપોર્ટ નથી પણ કરતા. હાલમાં જ તેના સ્ટેટમેન્ટથી ત્રસ્ત એક યુઝરે પોસ્ટ શેર કરી સવાલ પૂછ્યો હતો કે કંગના રનૌતથી આપણને બચાવવાની વેક્સીન કોણ બનાવી રહ્યું છે? યુઝરના આ સવાલ પર હવે એક્ટ્રેસ સોના મહાપાત્રાએ એક પોસ્ટ શેર કરીને જવાબ આપ્યો છે અને કંગના પર પ્રહાર પણ કર્યો છે. સોના મહાપાત્રાએ યુઝરની પોસ્ટના જવાબમાં લખ્યું, ’ફાઈનલી મને આ સવાલનો જવાબ મળી ગયો છે સમીરા સૂદ, અને જવાબ છે કંગના ખુદ. કંગના રનૌતથી બચવાની વેક્સીન માત્ર કંગના જ બનાવી શકે છે.
કારણકે તેનામાં જ એટલી ક્ષમતા છે. સવાલ પણ કંગના છે અને તેનો જવાબ પણ ખુદ કંગના જ છે.’ આ પહેલાં પણ સોનાએ યુઝરના સવાલના જવાબમાં લખ્યું હતું, ’તું કોણ છે? હું ૈર્ષ્ઠહ. આ પહેલીવાર નથી કે જ્યારે સોના મહાપાત્રાએ કંગનાને લઈને કંઈક કહ્યું હોય. આ પહેલાં પણ ઘણીવાર કંગના અને સોના વચ્ચે સોશિયલ મીડિયા પર લડાઈ જોવા મળી છે.
સોનાએ હ્રિતિક રોશન વિવાદ દરમ્યાન પણ કંગનાને ઓપન લેટર લખ્યો હતો અને તેના પર નારીવાદનું અપમાન કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. છેલ્લા ઘણા દિવસોમાં કંગનાએ દેશમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને લઈને પણ ઘણા સ્ટેટમેન્ટ આપ્યા છે. તેના આ સ્ટેટમેન્ટ પર તેણે ઘણી નિંદાનો સામનો પણ કરવો પડ્યો છે.