ઓસ્ટ્રેલિયાના નાઇટ ક્લબની બહાર અંધાધૂંધ ફાયરિંગ, એકનું મોત

ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરના એક નાઇટ ક્લબમાં રવિવારે વહેલી સવારે ૩.૨૦ વાગ્યે ફાયરિંગ થયું હતું. આ ઘટનામાં એક સિક્્યોરીટી ગાર્ડનું મોત નીપજ્યું છે અને અન્ય કેટલાક લોકો ઘાયલ થયા છે. પોલીસે જણાવ્યું હતું કે, ચાર લોકોને હોÂસ્પટલમાં દાખલ કરાયા છે જેમાંથી બેની Âસ્થતિ અત્યંત ગંભીર છે.
અધિકારીએ જણાવ્યું હતું, હજુ સુધી આતંકી ઘટના હોવાના કોઇ પુરાવા મળ્યા નથી. ઘાયલોની વય ૨૯થી ૫૦ વર્ષની વચ્ચે છે, જા કે ચોથા શખ્સની વય હજુ સુધી જાણી શકાઇ નથી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે પરંતુ અત્યાર સુધી કોઇની પણ ધરપકડ કરાઇ નથી.
પોલીસ અધિકારી એન્ડ્ર્યુ સ્ટેમ્પરે જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસ પરથી એવું લાગી રÌšં છે કે હુમલાખોરોએ ગાડીમાંથી ફયરિંગ કર્યું હતું. હુમલાખોરોએ ખૂબ જ નજીકથી ફાયરિંગ કર્યું હતું, જેને પગલે ઘાયલોને ગંભીર ઇજાઓ થઇ છે. એક સિક્્યોરીટી ગાર્ડને માથામાં ગોળી વાગતા તેનું મોત નીપજ્યુ હતું જ્યારે બે લોકોની Âસ્થતિ હજુ પણ ગંભીર છે.