ઓસ્ટ્રેલિયાના ક્રિકેટરો પ્રથમ વિશ્વયુદ્ધના સ્થળની મુલાકાતે જશે

ઓસ્ટ્રેલિયાના ક્રિકેટરોમાં દેશદાઝ અને જાશ જગાવવા માટે તેમને યુદ્ધના મેદાનોની તેમજ શહીદોના સ્મારકોની મુલાકાતે લઈ જવામાં આવતા હોય છે. આ જ સિલસિલાને કોચ જસ્ટીન લેંગરે પણ આગળ વધાર્યો છે. વર્લ્ડકપ માટે રવાના થતાં પહેલા ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ તુર્કીમાં આવેલા યુદ્ધસ્થળ ‘ગલ્લીપાલી’ની મુલાકાત લેશે. આ એ જ સ્થળ છે કે, જ્યાં પ્રથમ વિશ્વયુદ્ધમાં મોટી સંખ્યામાં ઓસ્ટ્રેલિયન સૈનિકો શહીદ થયા હતા.
લેંગર ગત વર્ષે ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓને બેલ્જીયમ અને ફ્રાન્સમાં આવેલા પ્રથમ વિશ્વ યુદ્ધના સ્મારકોની મુલાકાતે લઈ ગયા હતા. આ અંગે ઓસ્ટ્રેલિયાના કોચે કÌšં કે, ગત વર્ષે જ્યારે અમે ઈંગ્લેન્ડના પ્રવાસે ગયા તે પહેલા ટીમને લઈને પશ્ચિમી ફ્રન્ટ પર ગયા હતા. હવે અમે ‘લિલૅ થી લોડ્‌ર્ઝ’ના મિશન પર કામ કરી રહ્યા છીએ. વર્લ્ડકપની ફાઈનલ ૧૪મી જુલાઈએ લોડ્‌ર્ઝમાં રમાવાની છે અને અમારુ મિશન તે છે.