‘એવેન્જર્સ’ માટે આયર્ન મેને લીધા હતા એટલા રૂપિયા કે તમે જાણીને ચોકી જશો

હોલિવુડ ફિલ્મ ‘એવેન્જર્સ એન્ડગેમ’એ ભારતીય બોક્સ ઓફિસ પર કમાણીના નવા રેકોર્ડ બનાવ્યા છે. ફિલ્મને ભારતીય બજારમાં શાનદાર રિસ્પોન્સ મળી રહ્યો છે, આ વાતનો અંદાજો ફિલ્મની 5 દિવસની 200 કરોડની કમાણી પરથી જ લગાવી શકાય છે. ફિલ્મની કમાણીની સાથે જ ફિલ્મમાં કામ કરનારા સ્ટાર્સે પણ મોટી કમાણી કરી છે.

મળતી માહિતી અનુસાર, ફિલ્મમાં આયરન મેનનું કેરેક્ટર પ્લે કરનારા રોબર્ટ ડાઉની જુનિયરે ‘ઈન્ફિનિટી વોર’ માટે 75 મિલિયન યુએસ ડૉલર આશરે 524 કરોડ રૂપિયા લીધા હતા. રોબર્ટ ડાઉની જુનિયરે ફિલ્મના પ્રોફિટમાં પણ હિસ્સો લીધો હતો. એક્ટરે ફિલ્મ ‘સ્પાયડરમેન હોમકમિંગ’માં કરેલા ત્રણ દિવસના કામ માટે પ્રતિદિન પ્રમાણે 5 મિલિયન ડૉલર ફી લીધી હતી. રોબર્ટ ડાઉની જુનિયર હોલિવુડના એ સ્ટાર્સ પૈકી એક છે, જે એક ફિલ્મ માટે 20 મિલિયન ડૉલર (આશરે 139 કરોડ) ચાર્જ કરે છે.

રોબર્ટ ડાઉની જુનિયરની ફી બાદ એ સ્પષ્ટપણે અંદાજો લગાવી શકાય છે કે એવેન્જર્સ માટે તેણે મોટો ચેક લીધો છે. હવે વાત કરીએ ફિલ્મ ‘એવેન્જર્સ એન્ડગેમ’ની કમાણીની તો ફિલ્મ માત્ર ભારતીય બજારમાં 200 કરોડ કમાણી કરી ચુકી છે. રિપોર્ટ અનુસાર, ફિલ્મે વર્લ્ડવાઈડ 8000 કરોડ રૂપિયાની કમાણી કરવાની ચર્ચા છે.