એવેન્જર્સ એન્ડગેમ જોવા ઘેરથી ટીશ્યુ પેપર્સ લઇને આવજો : ડાયરેક્ટર

માર્વેલના પ્રમુખ કેવિન ફૈજ અને માર્વેલની લેટેસ્ટ ફિલ્મ એવેન્જર્સ એન્ડગેમના સહ-નિર્દેશક એન્થની રુસોએ સાઉથ કોરિયાના સૌલ શહેરમાં મિડિયા સાથે વાત કરતાં દર્શકોને એવી સલાહ આપી હતી કે તમે આ ફિલ્મ જાવા આવો ત્યારે ઘેરથી પેપર નેપકીન્સ લાવવાનું ભૂલતાં નહીં.
‘આ ફિલ્મના કલાકારોએ સખ્ખત પુરુષાર્થ કર્યો છે. તમે એવેન્જર્સ એન્ડગેમ જાવા આવો ત્યારે આ કલાકારો માટે પ્રેમ અને ટીશ્યુ પેપર્સ સાથે જરૂર લાવજા. ફિલ્મ જાવાનો તમારો ઉત્સાહ અકબંધ રહે એ પણ જા જા. ઇÂન્ફનિટી વારની સાથેસાથ આ ફિલ્મનું શૂટિંગ અમે છેલ્લાં બે વર્ષથી કરી રહ્યા હતા. તમે થિયેટરમાં જાઓ ત્યારે દોસ્તોને પણ લઇ જજા પરંતુ ટીશ્યુ પેપર્સ ભૂલતા નહીં’ એમ માર્વેલના પ્રમુખ કેવિન ફૈઝે કÌšં હતું.
રુસો ભાઇઓએ માર્વેલ સિનેમેટિક યુનિવર્સ સાથે કેપ્ટન અમેરિકાઃ વિન્ટર સોલ્જર ફિલ્મથી કામ કરવાનું શરૂ કર્યું હતું. આ બંને ભાઇઓ માર્વેલ માટે સતત સુપરહિટ અને ધીકતી કમાણી કરતી ફિલ્મો બનાવતા રહ્યા છે.