‘એવેન્જર્સ એન્ડગેમ’નો ભારતમાં મોડી રાત્રે 3 વાગ્યાનો શો પણ હાઉસફૂલ

એવેન્જર્સ એન્ડગેમ ભારતમાં રીલિઝ થઇ ગઈ છે અને આ ફિલ્મનો ક્રેઝનો અંદાજ એ વાત પરથી જ લગાવી શકાય કે, આ ફિલ્મનો મોડી રાત્રે 3 વાગ્યે પણ શો ચાલી રહ્યો છે અને એ પણ હાઉસફૂલ છે. આ ફિલ્મ કમાણીના બધા રેકોર્ડ તોડી રહી છે. એક અંદાજ મુજબ આ ફિલ્મે દુનિયાભરમાં પહેલા દિવસે 1300 કરોડ રૂપિયાથી પણ વધુ કમાણી કરી લીધી હોવાનો રિપોર્ટ સામે આવી રહ્યો છે.

ભારતમાં આ ફિલ્મના શોના 3 દિવસ સુધીના શો હાઉસફૂલ થઇ ગયા હોવાનું કહેવાય છે. દેશના કેટલાય રાજ્યોમાં આ ફિલ્મના મોડી રાત્રે 3 વાગ્યે શો મૂકવામાં આવ્યા છે. કેટલાય રાજ્યમાં પ્રશાસન તરફથી મંજૂરી પણ મળી ગઇ છે. bookmyshowએ રવિવારના રોજ આ ફિલ્મ માટે એડવાન્સ બૂકિંગ શરૂ કરી દીધી હતી અને આવું પહેલીવાર બન્યું છે કે, કોઇ ફિલ્મનું એડવાન્સ બૂકિંગ એટલા દિવસ પહેલા ખોલવામાં આવ્યું હોય.

Avengers Endgame ફર્સ્ટ રિવ્યૂ

જે ફિલ્મની આતુરતાથી રાહ જોવાઇ રહી હતી, તે ફાઇનલી રીલિઝ થઇ ગઇ છે અને આ ફિલ્મનું નામ છે એવેન્જર્સઃ એન્ડગેમ. આ ફિલ્મનો ક્રેઝ વિદેશ કરતા ભારતમાં વધુ જોવા મળી રહ્યો છે. ફિલ્મની ટિકિટ જ નથી મળી રહી. લેટ નાઇટ શો થિએટરો ચલાવી રહ્યા છે, તો પણ લોકો ટિકિટ માટે દોડાદોડી કરી રહ્યા છે, ત્યારે આ ફિલ્મનો ફર્સ્ટ રિવ્યૂ આવી ગયો છે. આ રિવ્યૂ આપ્યો છે ફિલ્મ સમિક્ષક તરણ આદર્શે.

તરણ આદર્શે તેમના ટ્વીટર પર આ ફિલ્મનો રિવ્યૂ આપતા ફિલ્મને પાંચમાંથી પાંચ સ્ટાર આપ્યા છે. તેમણે લખ્યું હતું કે, આ ફિલ્મ શ્રેષ્ઠ છે. તમે જેટલું વિચાર્યું હશે, તેનાથી ઘણું વધારે આ ફિલ્મમાં છે. આમાં ઇમોશન છે, આમાં હ્યૂમર છે અને ઘણા બધા સરપ્રાઇઝ છે. આ ફિલ્મ બોક્સઓફિસ પર સુનામી લાવવાનું છે.

બોલિવુડ લાઇફે પણ આ ફિલ્મને પાંચમાંથી પાંચ સ્ટાર આપ્યા છે. તેમણે લખ્યું છે કે, ફિલ્મ એટલી ઇમોશનલ છે કે ડાયરેક્ટર રુસોએ બરાબર જ કહ્યું હતું કે, ફેન્સને ટિશ્યૂ પેપર લઇને જવું પડશે. દુનિયામાં અત્યારસુધી કોઇપણ સુપરહીરોને આવું ટ્રિબ્યૂટ નથી આપવામાં આવ્યું. આ ફિલ્મમાં ઘણા બધા કેમિયો છે. સરપ્રાઇઝ છે. સ્પેશિયલ અપીયરન્સ છે.