‘એવેન્જર્સ એન્ડગેમ’એ બે અબજ ડાલર્સની કમાણી કરી

હોલિવૂડની સુપરહિટ સિરિઝ એવેન્જર્સની લેટેસ્ટ કડી એવેન્જર્સ એન્ડગેમે રજૂ થયાના માત્ર દોઢ બે સપ્તાહમાં બે અબજ ડાલર્સની આવક રળી લીધી હોવાના અહેવાલ પ્રગટ થયા હતા.
અત્યાર અગાઉની તમામ ફિલ્મોની આવકના રેકોર્ડ આ ફિલ્મે તેડી નાખ્યા હતા. આ સિરિઝની આ છેલ્લી ફિલ્મ છે જેમાં હોલિવૂડના ટોચના એક્શન કલાકારો ચમકી રહ્યા છે.
બે અબજ ડાલર્સની આવકમાં ૧.૫૬ અબજ ડાલર્સ ઓવરસીઝ માર્કેટના છે અને બાકીના સ્થાનિક માર્કેટના છે એમ હોલિવૂડ રિપોર્ટરના એક અહેવાલમાં જણાવાયું હતું.
ભારત પૂરતી વાત મર્યાદિત રાખીએ તો હોલિવૂડની અત્યાર પહેલાંની ફિલ્મોએ કરેલી આવકની તુલનાએ પણ આ ફિલ્મ ઘણી આગળ હતી. આ ફિલ્મે ભારતમાં અત્યંત ઝડપથી ૩૦૦ કરોડ કમાઇ લીધા હતા.