‘એવેન્જર્સઃ એન્ડગેમ’ ફિલ્મે ભારતમાં કરી રેકોર્ડબ્રેક કમાણી

જેની બધા આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા તે હોલિવુડ ફિલ્મ ‘એવેન્જર્સઃ એન્ડગેમ’ ગઇકાલે રીલિઝ થઇ હતી અને આ ફિલ્મે બોક્સ ઓફિસના બધા રેકોર્ડ તોડી નાખ્યા હતા, તેવા અહેવાલ આવ્યા હતા. એક રિપોર્ટ મુજબ ભારતમાં આ ફિલ્મનો ક્રેઝ એટલો છે કે, આ ફિલ્મે ભારતમાં જ પહેલા દિવસે 53.10 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી હતી. તરણ આદર્શના રિપોર્ટ મુજબ આ ફિલ્મે બીજા દિવસે 51.40 કરોડ અને ત્રીજા દિવસે 52.70 કરોડની કમાણી કરી હતી. આ સાથે જ ફિલ્મે 157.20 કરોડની ભારતીય બોક્સઓફિસ પર કમાણી કરી લીધી હતી. ત્રણ દિવસમાં કોઇ હોલિવુડ ફિલ્ભામ રતમાં સૌથી વધુ કમાણી કરવામાં એવેન્જર્સઃ એન્ડગેમ પહેલા ક્રમે આવી ગઇ છે. જેની બધા આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા તે હોલિવુડ ફિલ્મ ‘એવેન્જર્સઃ એન્ડગેમ’ ગઇકાલે રીલિઝ થઇ હતી અને આ ફિલ્મે બોક્સ ઓફિસના બધા રેકોર્ડ તોડી નાખ્યા હતા, તેવા અહેવાલ આવ્યા હતા. એક રિપોર્ટ મુજબ ભારતમાં આ ફિલ્મનો ક્રેઝ એટલો છે કે, આ ફિલ્મે ભારતમાં જ પહેલા દિવસે 53.10 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી હતી. તરણ આદર્શના રિપોર્ટ મુજબ આ ફિલ્મે બીજા દિવસે 51.40 કરોડ અને ત્રીજા દિવસે 52.70 કરોડની કમાણી કરી હતી. આ સાથે જ ફિલ્મે 157.20 કરોડની ભારતીય બોક્સઓફિસ પર કમાણી કરી લીધી હતી. ત્રણ દિવસમાં કોઇ હોલિવુડ ફિલ્ભામ રતમાં સૌથી વધુ કમાણી કરવામાં એવેન્જર્સઃ એન્ડગેમ પહેલા ક્રમે આવી ગઇ છે.

તરણ આદર્શે તેમના ટ્વીટર પર આ ફિલ્મનો રિવ્યૂ આપતા ફિલ્મને પાંચમાંથી પાંચ સ્ટાર આપ્યા છે. તેમણે લખ્યું હતું કે, આ ફિલ્મ શ્રેષ્ઠ છે. તમે જેટલું વિચાર્યું હશે, તેનાથી ઘણું વધારે આ ફિલ્મમાં છે. આમાં ઇમોશન છે, આમાં હ્યૂમર છે અને ઘણા બધા સરપ્રાઇઝ છે. આ ફિલ્મ બોક્સઓફિસ પર સુનામી લાવવાનું છે.

બોલિવુડ લાઇફે પણ આ ફિલ્મને પાંચમાંથી પાંચ સ્ટાર આપ્યા છે. તેમણે લખ્યું છે કે, ફિલ્મ એટલી ઇમોશનલ છે કે ડાયરેક્ટર રુસોએ બરાબર જ કહ્યું હતું કે, ફેન્સને ટિશ્યૂ પેપર લઇને જવું પડશે. દુનિયામાં અત્યારસુધી કોઇપણ સુપરહીરોને આવું ટ્રિબ્યૂટ નથી આપવામાં આવ્યું. આ ફિલ્મમાં ઘણા બધા કેમિયો છે. સરપ્રાઇઝ છે. સ્પેશિયલ અપીયરન્સ છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય