એર ઈન્ડિયા ખતરામાં! દિલ્હીના પૉશ એરિયામાંથી 700 કર્મચારીઓને ઘર છોડવાનો નિર્દેશ

લોકસભા ચૂંટણી દરમિયાન એર ઈન્ડિયાને વેચવાની અટકળો વચ્ચે સરકાર ઈચ્છે છે કે એર ઈન્ડિયાના આશરે 700 કર્મચારી દક્ષિણી દિલ્હીના વસંત વિહારના ફ્લેટને ખાલી કરાવી દે. કર્મચારીઓના રહેવા માટે વૈકલ્પિક વ્યવસ્થા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. વસંત વિહારની હાઉસિંગ કોલોનીમાં કુલ 810 ફ્લેટ છે. તેમાં હાલ 676 ફ્લેટ્સમાં કર્ચમારી રહી રહ્યા છે.

પૈસાની ઉણપ સામે ઝઝૂમી રહેલી એરલાઈન પોતાના બોજને ઓછો કરવા ઈચ્છે છે. આથી એરલાઈન ઈચ્છે છે કે તેના કર્મચારી પોતાના રહેઠાણને ખાલી કરી દે. ત્યારબાદ આ પરિસરને વેચીને લેણાને ઓછાં કરી શકાય. કર્મચારીઓ પ્રત્યે નરમી દર્શાવતા કંપનીએ તેમને માટે ભાડા પર ઉપયુક્ત ઘર અપાવવાનો પ્રસ્તાવ મુક્યો છે.

તેને માટે કર્મચારીઓને પાત્રતાના આધાર પર 5000થી લઈને 25000 રૂપિયા સુધી રેન્ટ લીઝના અમાઉન્ટમાં સબસિડી આપવામાં આવશે. આ ઉપરાંત, બ્રોકરેજ શુલ્ક તેમજ ઘરના સામાનને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવાનું ભાડું પણ આપવામાં આવશે.

જોકે, એર ઈન્ડિયાનું માનવું છે કે, કર્મચારીઓ માટે ઘર શોધવું મુશ્કેલ હશે. કંપનીના ઘણા કર્મચારી એવા છે, જેમની દિલ્હીમાં રહેવાનું કોઈ ઠેકાણું નથી અથવા તો કોઈ અન્ય સ્થળેથી ટ્રાન્સફર થઈને આવ્યા છે. તે સાથે જ ઘણા કર્મચારી એવા છે, જેમના બાળકો નજીકની સ્કૂલોમાં ભણે છે, એવામાં તેમના માટે ઘર બદલવું ખૂબ જ મુશ્કેલ કામ હશે. એક આધિકારિક સૂત્રએ કહ્યું, માર્કેટ સર્વે અને સારું ઘર શોધવા માટે એક કમિટી ગઠિત કરવાનો પ્રસ્તાવ છે. આ નિર્ણય લેવામાં આવ્યો છે કે કંપની કર્મચારીઓ તરફથી મકાન માલિકની સાથે લીઝ સંબંધી કરાર કરશે. તેને માટે HR અને લાઈસન્સ ફીની ચુકવણી કરવામાં નહીં આવશે.