એન. સી. સી. આણંદ દ્વારા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિની સફાઇ કાર્યક્રમ યોજાયો….

14

આણંદ : તા. ૧૧ માર્ચ ૨૦૨૧ નાં રોજ પ્રધાનમંત્રી શ્રી નાં સફાઇ અભિયાન કાર્યક્રમ અંતર્ગત એન.સી.સી. આણંદ દ્વારા યુ. ટી. એસ.મહિલા આર્ટસ કોલેજ, નડિયાદમાં શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિ ની સફાઇ કાર્યક્રમ આયોજિત કરવા મા આવ્યો  હતો.

આ કાર્યક્રમ પ્રિન્સિપાલ શ્રી હસિત મહેતા નાં સાથ સહકાર અને ૪ ગુજરાત ગર્લ્સ બટાલિયન એન સી સી આણંદ નાં કાર્યકારી કમાન્ અધિકારી મેજર કવિતા રામદેવપુત્રા નાં માર્ગદર્શન થી  સિનિયર જી સી આઇ પન્ના જોષી અને કેર ટેકર શ્રીમતિ પ્રિયંકા ભટ્ટ   એ સુંદર રીતે સંચાલન કર્યું હતું.  ૨૯ કેડેટ  આ સફાઇ કાર્યક્રમ  માં જોડાયા હતા.ત્યારબાદ કેડેટ ને  સફાઇ નું મહત્વ સમજાવ્યું હતું.આ સમગ્ર કાર્યક્રમ  કોવીડ -૧૯ ની માર્ગદર્શિકા ને ધ્યાનમાં રાખીને સામાજિક દૂરી અને માસ્ક ભી જરૂરી  મુજબ કરાયો હતો.