એનસીપીનાં સભ્યને ટાર્ગેટ કરી ૧૦ રાઉન્ડ ફાયરિંગ, ૩ ઇજાગ્રસ્ત

પોરબંદર જીલ્લાના કુતિયાણા નગરપાલિકા હાલ ભાજપ હસ્તકની છે, જેના પ્રમુખ ભાજપના મહિલા અગ્રણી ઢેલીબેન ઓડેદરા છે. ઢેલીબેન ઓડેદરા અને એનસીપીના કુતિયાણા નગરપાલિકાના સદસ્ય વચ્ચે ચુંટણી સમયથી ચકમક ઝરી રહી હતી.
જેની જૂની એક અદાવતમાં ગત મોડી રાત્રે એનસીપીના નગરપાલિકાના સદસ્ય અસ્લમ ખોખર અને તેના પરિવારજનો પર ઢેલીબેન ઓડેદરાના પુત્ર નાગેશ અને તેના સાગરીતોએ હુમલો કરી નાસી ગયા હતા. જેની ફરિયાદ પોલીસ સ્ટેશને નોંધવા ગયા હતા તે દરમિયાન થોડીવારમાં પોરબંદર રાજકોટ હાઈવે પર કુતિયાણા બાયપાસ પર આવેલી અસ્લમ ખોખરના પરિવારજનની નોનવેઝની દુકાન પર ત્રણ ગાડીમાં ૧૫ જેટલા લોકો આવી તોડફોડ કરી અને ૧૦ રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું.
આ ઘટના વિશે કુતિયાણા નગરપાલિકાના સભ્ય ખોખરે જણાવ્યું હતું કે, કુતિયાણા બાયપાસ પર હામદપરા ચોકડી પાસે અમારા પરિવારની નોનવેઝની દુકાન છે, ત્યાં ઢેલીઓડેદરાના દીકરા નાગશ અને તેના ૨૦ માણસો આવી અને આમારા પરિવારજનો સાથે ઝઘડો કર્યો હતો. ત્યાં તેમને હવામાં ફાયરીંગ કરીને વધુ નુકશાન કર્યું હતું. દુકાનમાં પણ આંતક મચાવીને ધમકી આપેલ કે અસ્લમને મારી નાખવો છે.