એટીએમમાં છોકરીને એકલી જાઈને નાલાયકી કરનારો આખરે ઝડપાઈ ગયો

મુંબઈમાં એક યુવતીને અડધી રાત્રે એટીએમમાં પૈસા ઉપાડવા જતા કડવો અનુભવ થયો હતો. યુવતી ઓટો રીક્ષાનું ભાડું ચૂકવવા માટે નાણાં ઉપાડવા એટીએમમાં ગઈ ત્યારે તેને પાછળથી એક યુવકે આવીને મદદ કવાના બહાને અડપલા કર્યા તેમજ યુવકે પોતાનું પ્રાઈવેટ પાર્ટ કાઢીને યુવતીનું જાતીય શોષણ કરવાનો પ્રયાસ કર્યો હતો. સમય સૂચકતા વાપરીને યુવતીએ બિભત્સ ચેનચાળા કરી રહેલા યુવકનો વીડિયો ઉતારી બહાર જ ઊભેલી પોલીસને બતાવ્યો ત્યારે પોલીસે યુવતીની મદદ કરી યુવકને ઝડપી લીધો હતો. આ સમગ્ર ઘટનાથી યુવતી હેબતાઈ ગઈ હતી પરંતુ તેણે હિંમત રાખીને યુવકને પાઠ ભણાવવા માટે પોલીસ ફરિયાદ પણ કરી હતી.
યુવતી એટીએમમાંથી બહાર આવી અને ઓટો રીક્ષાનું ભાડું ચૂકવવા મૂંઝવણ અનુભવતી હતી. થોડી મિનિટો બાદ યુવતી ફરી એટીએમમાં ગઈ અને પૈસા ઉપાડવા પ્રયાસ કર્યો. બીજી વખત યુવતીને એટીએમમાં જતા જાઈ ફરી પેલો યુવક અંદર પ્રવેશ્યો હતો અને તેણે એટીએમમાં પૈસા ઉપાડી રહેલી યુવતીના ખભે તેમજ પગે સ્પર્શ કર્યો અને મદદ કરવા જણાવ્યું. યુવકના આ કૃત્યથી યુવતી ડઘાઈ ગઈ અને તેણે બૂમો પાડી હતી. યુવકે આ જ સમયે પોતાનું પ્રાઈવેટ પાર્ટ યુવતી સામે કાઢીને બિભત્સ ચેનચાળા કર્યા હતા. યુવતીએ આ ઘટનાનો વીડિયો ઉતારી લીધો હતો. સમયસુચકતા વાપરીને યુવતી નજીકમાં જ ઊભેલી પોલીસ વાન પાસે પહોંચી હતી અને પોલીસને સમગ્ર હકીકત વર્ણવી હતી. પોલીસે સ્કૂટર પર ફરાર થઈ રહેલા યુવકનો પીછો કર્યો હતો અને તેને ઝડપી લીધો હતો.