એક વોર્ડથી બીજા વોર્ડ સુધી જવા સિવિલ હોÂસ્પટલે વિના મુલ્યે રીક્ષાની સગવડ કરી

અમદાવાદની સિવિલ હોસ્પટલ એશિયાની સૌથી મોટી હોસ્પટલ છે. સિવિલ હોસ્પટલમાં નવી ૧૨૦૦ બેડની હોસ્પટલ ચાલુ થતા સિવિલ હોસ્પટલનું કદ વધ્યું છે. સિવિલ હોસ્પટલ વિશાળ ભાગમાં ફેલાયેલી છે. ત્યારે કેટલીક વખત એક વોર્ડથી બીજા વોર્ડ સુધી જવા માટે પણ વાહનની જરૂર પડે છે, ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પીટલ દ્વારા દર્દી અને દર્દીઓના પરિવારજનોને ધ્યાનમાં રાખીને વિના મુલ્યે રીક્ષાની સગવડ શરૂ કરવામાં આવી છે.
સિવિલ હોસ્પટલમાં આવનારા દર્દીઓ મોટા પ્રમાણમાં અમદાવાદ બહારનાં હોય છે અને બહારથી આવતા દર્દીઓ અને તેમના સગાવાલાઓ હોસ્પીટલના વોર્ડથી વાફેક હોતા નથી. સિવિલ હોસ્પીટલનું કદ એટલું મોટું છે કે ક્્યારેક બહારથી આવતા દર્દીઓ પણ મુજવણમાં મુકાઈ જાય છે.
ક્્યારેક હોસ્પટલના સ્ટાફને પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં તકલીફ થતી હોય છે. માટે તમામ બાબતોને ધ્યાનમાં રાખીને સિવિલ હોસ્પીટલમાં ૧૦ ઇલેક્ટ્રક રીક્ષા રાખવામાં આવી છે, જે રીક્ષાઓ બેટરીથી ચાલે છે અને તેમાં ડ્રાઈવર અને અન્ય ૪ પેસેન્જર બેસી શકે છે.