એક ડાયરેક્ટર પાસે કામ માગવા ગઈ તો તેને મારા ચહેરા પર પાદવાનું કહ્યું હતું : રૂબીના

મુંબઈ : ટીવી કલાકારો માટે નાના પડદાથી મોટા પડદાની સફર આસાન નથી હોતી. રૂબીના દિલેક જે બિગ બોસ-૧૪નો પણ ભાગ છે. ૬ વર્ષ પહેલાં ટીવી તરફથી આગળ આવીને તેણે બોલિવૂડમાં કામની શરૂઆત કરી હતી. પરંતુ તેને ઘણા ખરાબ અનુભવો થયા હતા જેનો હાલમાં ખુલાસો કર્યો છે. હાલમાં જ રૂબીનાએ એક ઈન્ટરવ્યૂ આપ્યું હતું. ત્યારે તેણે ખુલાસો કર્યો હતો કે ૬ વર્ષ પહેલાં જ્યારે તેણે બોલિવૂડ માટે કામ માગવા એક ડાયરેક્ટર પાસે ગઈ તો તેણે કહ્યું હતું કે હું તારા ચહેરા પર પાદવા માંગુ છું.
રૂબીનાએ વાત કરી કે ૬ વર્ષ પહેલાં મે કામ માટે બોલિવૂડમાં ઘણા લોકો સાથે વાત કરી હતી. પરંતુ મને કોઈ સારો અનુભવ નહોતો થયો. ટીવીના કલાકારોને ખરાબ રીતે જ જોવામાં આવે છે. તમને અલગ અલગ રીતે જજ કરવામાં આવે છે. કોઈ પ્રોજેક્ટનો ભાગ બનવા માટે સ્કીન ટેસ્ટ સૌથી અંતિમ વસ્તુ હોય છે. આ બધી વાતોએ મારા પર ખરાબ અસર છોડી અને મે વિચાર્યું કે આ બધું શું થઈ રહ્યું છે.
આગળ વાત કરી કે હું એ ડારેક્ટરનું નામ નહીં લઉં. તે મોટા ગજાના હતા. પરંતુ તેણે મને પૂછ્યું કે આ ફિલ્મ જોઈ છે. તો મે ના પાડી કે ના હું ત્યારે નાની હતી અને સ્કૂલમાં હતી. એક રૂઢિવાદી સમાજમાંથી આવું છું એટલે અમને એ ઉંમરમા આવી બધી છૂટ ન હતી. પછી તેણે કહ્યું કે ખરેખર તું જાણતી જ નથી કે મે શું શું કા કર્યું. મને તારા ચહેરા પર પાદવાનું મન થાય છે. આ સાંભળીને હું હેરાન રહી ગઈ. અને પછી ત્યાંથી ગમે તેમ કરીને ભાગી જવાનો પ્લાન કરતી હતી.