એક્ટર રણબીર કપૂર કોરોના પોઝિટિવ : એક્ટરની માતા નીતુ સિંહે કન્ફર્મ કર્યું…

9

મુંબઈ : એક્ટર રણબીર કપૂરની તબિયત લથડી છે. આ વાતની પુષ્ટિ રણબીરના અંકલ એક્ટર રણધીર કપૂરે કરી છે. જોકે તેમણે ચોખવટ નથી કરી કે રણબીરને શું થયું છે? તેમણે કહ્યું, કદાચ રણબીર કોરોનાની ઝપેટમાં આવી ગયો છે. રિપોર્ટ પ્રમાણે, રણબીરે કોવિડ-૧૯ ટેસ્ટ કરાવ્યો હતો. તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી તે ક્વૉરન્ટીન છે અને તેની સારવાર ચાલુ છે. તેની માતા નીતુ સિંહે કન્ફ્રર્મ કર્યું છે. તેમણે સોશિયલ મીડિયામાં જાણકારી આપી છે.
નીતુએ લખ્યું કે, ‘તમારી ચિંતા અને પ્રાર્થના માટે આભાર. રણબીર કોરોના પોઝિટિવ છે, હાલ તેની સારવાર ચાલુ છે. તે હોમ ક્વૉરન્ટીન છે અને દરેક બાબતોનું ધ્યાન રાખી રહ્યો છે. એક ન્યૂઝ વેબસાઈટ સાથે વાતચીત દરમિયાન રણધીરે કહ્યું, રણબીર સ્વસ્થ નથી, પરંતુ મને નથી ખબર તેને શું થયું છે; હું સિટીમાં નથી.
થોડા મહિના પહેલાં રણબીરની માતા નીતુ સિંહ પોતાની અપકમિંગ ફિલ્મ ‘જુગ જુગ જીયો’ના શૂટિંગ દરમિયાન સંક્રમિત થઇ ગઈ હતી. કો-એક્ટર વરુણ ધવન પણ કોવિડ-૧૯ પોઝિટિવ હતો. જોકે નીતુ અને રણબીર થોડા દિવસોમાં સ્વસ્થ થઇ ગયાં હતાં. આ વાતની જાણકારી બંનેએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને ફેન્સને આપી હતી.