એક્ટર ટાઈગર શ્રોફની ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ ઈયર ૨’ દેશભરમાં રિલીઝ થઈ છે.

રિલીઝ થયાની સાથે જ આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે અને મીડિયા રિપોર્ટ મુજબ ફિલ્મ ૫૦ કરોડના ક્લબમાં પણ સામેલ થઈ છે. ફિલ્મમાં ટાઈગરની સાથે અનન્યા પાંડે અને તારા સુતારિયા મુખ્ય ભૂમિકા ભજવી રહી છે. આ બન્ને એક્ટ્રેસે આ ફિલ્મની સાથે બોલિવૂડમાં ડેબ્યૂ પણ કર્યું છે. જાકે આ દરમિયાન એક્ટ્રેસ દિશા પટની ટાઈગર શ્રોફની સાથે ફિલ્મની સ્પેશિયલ સ્ક્રીનિંગમાં પહોંચી હતી. જ્યાં તેનો હોટ અને ગ્લેમરસ અંદાજ દેખાયો હતો.