સ્પોર્ટ્સ

એકલા વિરાટ કોહલીને બોર્ડ આપશે સાત કરોડ, પાકિસ્તાનના તમામ ખેલાડીને ભેગા થઈને ૭.૪ કરોડ મળે છે…

નવી દિલ્હી : ભારતીય કેપ્ટન વિરાટ કોહલી મેદાનની સાથે સાથે પૈસા કમાવવાની બાબતમાં પણ રેકોર્ડ સર્જી રહ્યો છે. બોર્ડે ફરી એક વખત ભારતીય ક્રિકેટરોના એક વર્ષના વાર્ષિક કોન્ટ્રાક્ટનુ લિસ્ટ જાહેર કર્યુ છે. જેમાં વિરાટ કોહલી, રોહિત શર્મા અને જસપ્રીત બુમરાહને બોર્ડે એ પ્લસ કેટેગરીમાં મુકયા છે. આ કેટેગરીમાં ખેલાડીઓને વર્ષે સાત કરોડ રુપિયા સેલેરી મળે છે.
જયારે એ પ્લસ ગ્રેડમાં જે ખેલાડીઓને મુકાય છે તેમને વર્ષે પાંચ કરોડ રુપિયા મળે છે. ભારતીય ક્રિકેટ બોર્ડ વિશ્વનુ સૌથી ધનાઢ્ય ક્રિકેટ બોર્ડ છે અને તેનો ફાયદો ખેલાડીઓે પણ મળી રહ્યો છે.
અન્ય ક્રિકેટ બોર્ડ સાથે સરખામણી કરવામાં આવે તો પાકિસ્તાનના તમામ ખેલાડીઓને જેટલી સેલેરી બોર્ડ આપે છે તેટલી સેલેરી એકલા વિરાટ કોહલીની છે. વિરાટ કોહલીને એક વર્ષના સાત કરોડ રુપિયા મળશે જ્યારે પાકિસ્તાનના બોર્ડનુ ખેલાડીઓની સેલેરીનુ બજેટ જો ભારતીય રુપિયા પ્રમાણે જોવામાં આવે તો ૭.૪ કરોડ રુપિયા છે.
પાકિસ્તાન એ ગ્રેડના પ્લેયરને વર્ષે ૧૧ લાખ, બી ગ્રેડના પ્લેયરને ૭.૫૦ લાખ અને સી ગ્રેડ કેટેગરીમાં ૫.૫૦ લાખ પાકિસ્તાની રુપિયા આપે છે.
ગ્રેડ એઃ રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, શિખર ધવન, કેએલ રાહુલ, મોહમ્મદ શમી, ઇશાંત શર્મા, પંત અને હાર્દિક પંડ્યા.
ગ્રેડ બીઃ રિદ્ધિમાન સાહા, ઉમેશ યાદવ, ભુવનેશ્વર કુમાર, શાર્દુલ ઠાકુર અને મયંક અગ્રવાલ. ગ્રેડ સીઃ કુલદીપ યાદવ, નવદીપ સૈની, દીપક ચહર, શુબમન ગિલ, હનુમા વિહારી, અક્ષર પટેલ, શ્રેયસ ઐયર, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ અને મોહમ્મદ સિરાજ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button