ઋત્વિક રોશન અને ટાઇગર શ્રોફની ‘વૉર’ ફિલ્મનું પ્રથમ ગીત ઘુંગરુ રિલીઝ…

બોલીવૂડના બે એક્શન સ્ટાર્સ ઋત્વિક રોશન અને ટાઇગર શ્રોફ પહેલી વખત સ્ક્રીન પર એક સાથે નજરે પડવાના છે. તેમની આ ફિલ્મની ફેન્સ આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. ‘વૉર’નું પ્રથમ ગીત ઘુંગરુ રિલીઝ થઇ ચૂક્યું છે. ફિલ્મના આ પહેલા ગીતને લઇને ફેન્સમાં ખૂબ એક્સાઇટમેન્ટ હતી. મેકર્સે પહેલા જ દાવો કર્યો હતો કે ફિલ્મના આ ડાન્સિંગ નંબર પર તમે પોતાને નાચવાથી રોકી શકશો નહીં. આ ગીતના ગાયક અરજિત સિંહ અને શિલ્પા રાયે ગાયું છે. જણાવી દઇએ કે આ ગીત ફિલ્મ ‘ધર્મ કાંટા’ના પ્રસિદ્ધ ગીત ‘મોહ આઇ ન જગ સે, મેં ઇતના જોર સે નાચી આજ’ કે ઘુંઘરું ટૂટ ગએ’નું રિક્રિએટેડ વર્ઝન છે.
‘વૉર’નું આ નવું ગીત ઋત્વિક રોશન અને વાણી કપૂરની સાથે બનાવવામાં આવ્યું છે. જેમા તેની હોટ કેમેસ્ટ્રી સ્પષ્ટ નજરે પડી રહી છે. જોકે, વાણી આ ફિલ્મમાં પણ તેની ગત ફિલ્મ ‘બેફિક્ર’ના અંદાજમાં પણ નજરે પડી રહી છે. આ ગીતને વિશાલ-શેખરે તેમનું સંગીત આપ્યું છે. આ ગીત બીચ પર બનાવવામાં આવ્યું છે.
ઋત્વિક રોશન અને ટાઇગર શ્રોફની ‘વૉર’ ૨ ઓક્ટોબરે રિલીઝ થવાની છે. ફિલ્મમાં ઋત્વિક રોશન અને ટાઇગર શ્રોફની સાથે વાણી કપૂર, અનુપ્રિયા અને દીપાનિતા શર્મા પણ મહત્વ ભૂમિકા ભજવી રહ્યા છે. આ ફિલ્મનું નિર્માણ યશ રાજ ફિલ્મ્સ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ ફિલ્મ હિન્દી સિવાય તમિલ અને તેલુગુ ભાષામાં પણ રિલીઝ થશે.