ઋતુગત દેડકાંની જેમ સંબિત પાત્રા ટર્ર-ટર્ર કરે છેઃ નવજાતસિંહ સિદ્ધુ

પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહેતા કોંગ્રેસ નેતા નવજાત સિંહ સિદ્ધુ અને ભાજપના પ્રવક્તા સંબિત પાત્રા વચ્ચે પીએમ મોદી અને સોનિયા ગાંધીને લઈને વાક્‌યુદ્ધ શરૂ થયું છે. સંબિત પાત્રાએ ‘કાળા અંગ્રેજ’વાળા નિવેદન પર સોનિયા ગાંધીને ઘેર્યા બાદ નવજાત સિંહ સિદ્ધુએ પલટવાર કર્યો છે. સિદ્ધુએ  કે, ઋતુગત દેડકાંની જેમ સંબિત પાત્રા ટર્ર-ટર્ર કરે છે.
સિદ્ધુએ મધ્યપ્રદેશમાં એક ચૂંટણી સભા સંબોધી હતી જ્યાં તેમણે આ વાત કરી. ટ્‌વટ કરીને સિદ્ધુએ, “મોસમી દેડકાની જેમ સંબિત પાત્રા ટર્ર-ટર્ર કરે છે. મોસમી દેડકો જ્યારે ટર્ર-ટર્ર કરે છે તો કોયલ ચૂપ રહે છે. હાથી બજારની વચ્ચે ચાલે છે અને એક હજાર અવાજા આવે છે.” સિદ્ધુએ પીએમ મોદી પર પણ નિશાન સાધ્યું. તેમણે કે, મધ્યપ્રદેશમાં જ્યારે શિવરાજ સિંહનું શાસન હતું ત્યારે રાજ્ય બળાત્કારમાં નંબર વન હતું અને આપણા પીએમ મહિલા સશક્તકરણની વાતો કરે છે.