ઋતિક રોશનની ફિલ્મ ‘સુપર ૩૦’ નું પોસ્ટર રિલીઝ…

  • ઋતિક રોશનની ફિલ્મ સુપર ૩૦ ધણા બધા વિવાદોમાંથી પસાર થયા બાદ હવે રિલીઝ થવા માટે તૈયાર છે

મુંબઇ,
ઋતિક રોશનની ફિલ્મ સુપર ૩૦ ધણા બધા વિવાદોમાંથી પસાર થયા બાદ હવે રિલીઝ થવા માટે તૈયાર છે. પહેલા ફિલ્મ જાન્યુઆરીમાં રિલીઝ થવાની હતી પરંતુ પછી મણિકર્ણિકાની રિલીઝના કારણે સુપર ૩૦ની રિલીઝ ડેટને શિફ્ટ કરવામાં આવી હતી. ફિલ્મની રિલીઝ અટકવા પાછળ મી ટૂ પણ અમુક હદે જવાબદાર હતું. પરંતુ હવે ફરી વખત ફિલ્મ પાટા પર આવતી જોવા મળી રહી છે. ઋતિક રોશને સોશિયલ મીડિયા પર ફિલ્મનું પોસ્ટર પોસ્ટ કર્યું છે અને જાહેર કર્યું છે કે ફિલ્મનું ટ્રેલર ક્યારે આવશે.
ફિલ્મના લીડ એક્ટર ઋતિક રોશને ટિ્‌વટર પર ફિલ્મનું પોસ્ટર જાહેર કર્યું છે જેમાં તે વરસાદમાં દોડતો જાવા મળી રહ્યો છે. જ્યારે પોસ્ટરની નીચે વાળા ભાગમાં અમુક સ્ટૂડન્ટ્‌સ છે જે મસ્તી ભરેલા અંદાજમાં જોવા મળી રહ્યા છે. પોસ્ટર ખુબ જ સુંદર દેખાઈ રહ્યું છે. ઋતિકે પોસ્ટરની સાથે લખ્યું છે- હકદાર બનો, સુપર ૩૦ ટ્રેલર, આવી રહ્યું છે ૪ જૂને. ફિલ્મની વાત કરવામાં આવે તો આ ફિલ્મ પહેલા ૨૬ જુલાઈએ રિલીઝ થવા જઈ રહી હતી. બાદમાં તેની રિલીઝ ડેટ ૧૨ જુલાઈ ફાઈનલ કરવામાં આવી.