ઉમરેઠમાં પોસ્ટલ બેલેટને લઇ થઇ ભાંજગઢ

એક એક મત કિંમતી હોવાના તંત્રના મોટા ઉપાડે કરતા પ્રચાર સામે તંત્રનું વહીવટી તંત્ર કેટલું અસમર્થ છે તેના લોક્સભા 2019ની ચૂંટણી વખતે અનેક પુરાવા ખુલીને સામે  આવ્યા છે, ચૂંટણી પ્રક્રિયામાં જોતરાયેલા કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટની વ્યવસ્થા રાખવામાં આવી છે તેના ઉપયોગથી મતદાર પોતાની ફરજ દરમ્યાન જેતે સ્થળેથી પણ મતદાન કરી શકે, આ વ્યવસ્થામાં પણ ખામી હોવાની ઘટના  ઉજાગર થઇ છે 
 
ઉમરેઠની ગાંધીશેરી શાકમાર્કેટમાં 22 મી એપ્રિલના રોજ કરિયાણાનો વેપાર કરતા સુલેમાનભાઈ ઇબ્રાહીમભાઇ શેખના નામની ટપાલ લઇ પોસ્ટમેન આવ્યો હતો,ટપાલી પોસ્ટલ બેલેટની ટપાલ લઇ આવ્યો હતો પરંતુ ટપાલીને શંકા જતા સુલેમાનભાઈ પૂછ્યું કે તમે સરકારી કર્મચારી છો જેના પ્રત્યુત્તરમાં સુલેમાનભાઈએ જવાબ ના આપ્યો તે સાથે જ ટપાલી ટપાલ લઇ પરત જતો રહ્યો હતો. ત્યારબાદ બીજા દિવસે લોકસભાનીચૂંટણીમાં પોતાનો કિંમતી મત આપવા સુલેમાનભાઈ પહોંચ્યા ત્યારે મતદારયાદીમાં પોતાના  નામની ઉપર લાલ કલરમાં PB  [પોસ્ટલ બેલેટ ] નો સિક્કો મારેલો હતો ,તેથી પ્રિસાઇડીંગ ઓફિસરે વાંધો કાઢ્યો, આમ વગર વાંકે સુલેમાનભાઈ લોકશાહીના મહાન પર્વ માંથી બાકાત થઇ ગયા હતા 
 
પરંતુ મત આપવાની જીદ લઇ પોલીંગ બૂથમાંજ હઠીલા બની ગયેલા સુલેમાનભાઈએ ત્રણ કલાક સુધી બૂથમાં જ અડિંગો જમાવી દેતા પોલિંગ બૂથના કર્મચારીઓને પરસેવો પડી ગયો હતો,આખરે ઝોનલ અધિકારીઓએ ઉપલા વર્ગના ચૂંટણી અધિકારીની સલાહ લઇ  મતદાન પ્રક્રિયા પૂર્ણ થવાના સમય પહેલા 5.45 કલાકે સુલેમાનભાઈને મતદાન કરવા દેતા સમગ્ર મામલો થાળે પડ્યો હતો