ઉમરેઠમાં દબાણો હટાવવાની કામગીરી પોલીસે નિભાવી : કામગીરીથી રાહદારીઓને રાહત

ઉમરેઠ,

ઉમરેઠના મુખ્ય પ્રવેશ માર્ગ એવા દલાલગેટ થી કોર્ટ સુધીના માર્ગો તેમજ પંચવટી થી મોચીવાડ સુધીના માર્ગો આજકાલ લારી ગલ્લાવાળાઓ, દુકાનદારોના દુકાનની બહાર રોડ ને દબાણ કરે તે રીતે માલ – સામાન ગોઠવવવાના કારણે તેમજ ટુ વહીલરોના આડેધડ ગેરકાયદેર પાર્કિંગથી શહેરીજનોને ચાલવામાં અત્યંત પરેશાની થતી હતી, આ અંગે શહેરના જાગૃત નાગરિકો દવારા ઉમરેઠ પોલીસ મથકે રજુઆત કરતા લોકોની સમસ્યાને હલ કરવા ની જવાબદારી નિભાવવા પીએસઆઇ રણજીતસિંહ ખાંટ અને પોલીસ સ્ટાફે આજે ગેરકાયદેસર દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરી ગેરકાયદેસર દબાણો હટાવતા આજે એકાએક પૂનમના ચાંદ ની જેમ રોડ પહોળો દેખાયો હતો પોલીસની આજની કામગીરીથી નગરજનોને  રાહત મળી છે, પંચવટીથી મોચીવાડ રોડ ઉપરના દબાણો હટાવવવાની કામગીરી હાથ ધરાશે.

આ દબાણો તો ફરી પાછા ગોઠવાઈ જશે

આજની પોલીસની નાગરિકોની સુવિધાલક્ષી કામગીરીની એક તરફ પ્રશંસા થઇ રહી હતી તો કેટલાક લોકો નિરાશાવાદી પ્રશ્નો ઉપસ્થિત કરી ”કાલે દબાણો  પાછા   હતા તેવા થઇ જવાના ” એમ કરી રહયા હતા, ત્યારે નાગરિકો  સ્વયંમ નિયમોને અનુસરી કાયદાની અમલવારી કરે તો જ આ સમસ્યાનો કાયમી ઉકેલ શક્ય બને , પરંતુ બાહુ બળિયા લોકો સામે નિર્બળ ટકી નથી શકતા અને તેથી માત્ર હૈયા વરાળ નીકળે છે.
વન-વેના કલેકટરના હુકમનું પાલન ક્યારે અને કોણ કરશે ? 
ઉમરેઠમાં દબાણો નો પ્રશ્ન ઘણો જૂનો તેમજ જટિલ બની ગયો છે, આગાઉ ના કલેકટરે શહેરના નાગરિકોની રજૂઆતના પગલે વડાબજાર થી સીધા કોર્ટ રોડ ત્યાંથી પંચવટી અને ત્યાં થી ખરાદીની કોઢ અને વળી પાછા વડા બજાર આમ વન-વે  કરવાનો આદેશ આપેલો છે, પરંતુ કલેકટરના આદેશની અવગણના કરવાતમાં આવી રહી છે.તો કલેકટરશ્રીના હુકમની  અમલવારી કેમ નથી થતી તે પ્રશ્ન શહેરના નાગરિકોને સતાવી રહ્યો છે.
લેખન, નિમેષ પીલુન