ઉમરેઠમાં કાચલીયા ટ્રસ્ટનું સ્મશાન જનસેવાર્થે ખુલ્લું મુકાયું…

ઉમરેઠ ડાકોર રોડ ઉપર આવેલું હિન્દૂ સ્મશાન આજે વિધિવત રીતે લોકસેવાર્થે ખુલ્લું મુકવામાં આવ્યું હતું, કાચલીયા ટ્રસ્ટ તરીકે જાણીતું એમ.પી.દોશી સદાવ્રત ટ્રસ્ટ મુક્તિ ધામ નું રીનોવેશન કરવામાં આવ્યું છે, ઉમરેઠની જાહેર જનતા ઉપયોગ કરી શકે તે હેતુ વર્ષો જુના આ સ્મશાનને આધુનિક રૂપ આપવામાં આવ્યું છે, જેમાં 40 x 40 ફૂટનો આર.સી.સી રોડ બનાવવામાં આવ્યો છે, તેમજ અગ્નિસંસ્કાર માટે બે સઘડીયો મુકવામાં આવી છે તેમજ ડાઘુઓને બેસવા માટે બે કુટિર બનાવવામાં આવી છે, સૌથી ઉપયોગી સેવા તરીકે માત્ર 70 રૂપિયે મણ ના ભાવે લાકડા રાહતદરે આપવાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે.

આ સ્મશાનને નવો ઓપ આપવા કાચલીયા ટ્રસ્ટ સાથે નિસ્વાર્થ સેવાર્થે  જોડાયેલા ડો.મધુસુદન ભગત, સ્વર્ગીય મુકુંદભાઈ શાહ, ઓ.વી.પરીખ, મદનલાલ દોશી ના સહકાર અને સ્મશાનને નવનિર્મિત કરવામાં ઉમરેઠ શહેર ભાજપ પ્રમુખ સુજલ શાહ તેમજ મહામંત્રી પ્રકાશ પટેલની સખ્ત મહેનત પછી આજે ઉમરેઠને સંપૂર્ણ વ્યવસ્થા સભર હિન્દૂ સ્મશાન પ્રાપ્ત થયું છે.

  • લેખન-નિમેષ પીલુન