માત્રાઃ 4 લોકો માટે
સામગ્રી
પિસ્તા- ½ કપ (અધકચરા ગ્રાઈન્ડ કરેલા)
દૂધ- 1 કપ
ક્રીમ- 2 કપ (ફીણેલું)
ખાંડ- ¾ કપ
વેનીલા એસેન્સ- ½ ટી સ્પૂન
બનાવવાની રીત
મિક્સિંગ બાઉલમાં દૂધ, વેનીલા એસેન્સ અને ખાંડ નાંખીને તેને બ્લેન્ડરથી બે મિનિટ સુધી ફીણી લો. ત્યારબાદ તેમાં ક્રીમ ઉમેરો અને બીજીવાર સ્મૂધ થાય ત્યાં સુધી તેને ફીણી લો. પછી તેમાં ગ્રાઈન્ડ કરેલા પિસ્તા નાંખીને બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ મિક્સચરને પ્લાસ્ટિક કન્ટેનરમાં નાંખી પ્લાસ્ટિક શીટ વડે તેને ઢાંકી દો અને પછી કન્ટેનરને બંધ કરીને ફ્રીઝરમાં એકથી દોઢ કલાક મુકી રાખો. ત્યારબાદ તેને ફ્રીઝરમાંથી કાઢો અને 10 મિનિટ બાદ ફરીથી ફીણી લો અને પાછું ફ્રીઝરમાં 4-5 કલાક સુધી જામવા માટે મુકી દો. સમારેલા પિસ્તાથી ગાર્નિશિંગ કરીને સર્વ કરો.