ઈવીએમ સ્ટ્રોંગરૂમની સુરક્ષાની રોજે-રોજ ચકાસણી, જિલ્લા કલેક્ટરને ચૂંટણીપંચનો આદેશ

ગુજરાતમાં લોકસભાની ૨૬ બેઠકો માટે ૨૩ એપ્રિલે મતદાન યોજાઈ ગયા બાદ ઈવીએમ સ્ટ્રોંગ રૂમમાં મૂકી દેવામાં આવ્યા છે. આ ઈવીએમ ૨૩મી મેના રોજ ખુલશે. આ દરમિયાન સ્ટ્રોંગરૂમમાં રાખવામાં આવેલા ઈવીએમની સલામતીની વ્યવસ્થાનું નિરીક્ષણ દરરોજ કરવા માટે ચૂંટણીપંચ દ્વારા જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારીને આદેશ કરવામાં આવ્યા છે. જેના પગલે સ્ટ્રોંગરૂમની મુલાકાત દરમિયાન કલેક્ટર અને ચૂંટણી અધિકારી દ્વારા ઈવીએમ મશીનોની વ્યવસ્થાની માંડીને સલામતી અને સીસીટીવી ચાલે છે કે નહીં તેનું નિરીક્ષણ કરવામાં આવી  છે.
મતદાન પૂર્ણ થયા બાદ ટકાવારી, સંખ્યા સહિતનો સંપૂર્ણ રિપોર્ટ પ્રિસાઈડીંગ ઓફિસર તૈયાર કરે છે અને એક વોર્ડના અલગ અલગ બૂથના ઈવીએમ પ્રિસાઈડીંગ ઓફિસર ભેગા કરી તેની સંપૂર્ણ ચકાસણી કરે છે. ત્યાર બાદ જે તે લોકસભાનો રિટ‹નગ ઓફિસર અને રાજકીય પક્ષોના પ્રતિનિધિની હાજરીમાં પંચનામું કરી ત્યાર બાદ ઈવીએમ સીલ કરવામાં આવે છે. આ સીલ પર તારીખ અને સમય લખેલો હોય છે. સ્ટ્રોંગરૂમમાં કલેક્ટર પણ એકલા જઈ શકે નહીં.