ઈરાનનો દાવો અમેરિકાના ૧૭ જાસૂસોની ધરપકડ : અમુકને ફાંસી…

અમેરિકા સાથે વધતા જતાં તણાવને પગલે ઈરાને સોમવારે જાહેરાત કરી છે કે, યુએસની ગુપ્ત એજન્સી (CIA) માટે કામ કરતા ૧૭ જાસૂસોની દ્યરપકડ કરી છે અને અમુકને મોતની સજા સંભળાવી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઈરાનના ઈન્ટેલિજન્સ મંત્રાલય તરફથી જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, ધરપકડ કરાયેલા જાસૂસ સંવેદનશીલ, ખાનગી આર્થિક કેન્દ્રો, સેના અને સાયબર ક્ષેત્રમાં નોકરી કરી કરતા હતાં જયાંથી તેઓ મહત્વપૂર્ણ માહિતી એકત્ર કરી રહ્યાં હતાં. ઈરાનના સરકારી ટેલિવિઝન પર આવેલા એક નિવેદન અનુસાર, ઈરાનના ગુપ્ત મંત્રાલયે કહ્યું કે, છેલ્લા ૧૨ મહિનામાં ૧૭ જાસૂસોની ધરપકડ કરવામાં આવી છે.

ફાર્સ ન્યૂઝ એજન્સીની અન્ય એક રિપોર્ટ મુજબ આમાંથી અમુક જાસૂસોને મોતની સજા સંભળાવામાં આવી છે.  જોકે, હજુ સુધી સીઆઈએ અથવા યુએસના અધિકારીઓ તરફથી કોઈ પ્રતિક્રિયા નથી આવી. ઈરાનમાં આ પ્રકારની જાહેરાત થવી કોઈ અસામાન્ય વાત નથી જોકે, વિશ્લેષકોનું માનવું છે કે, આ વખતે તેહરાન પશ્યિમી દેશોની સાથે તેમની ટક્કર તેજ કરી શકે છે, જેથી સેન્ય સંદ્યર્ષની આશંકા પણ વધી ગઈ છે.

  • Naren Patel