ઈઝરાયલનું અંતરિક્ષ મિશન નિષ્ફળ, ચંદ્ર પર ઉતરાણ વખતે યાન ક્રેશ આભાર

ઈઝરાયલના અંતરિક્ષ મિશનને મોટો ફટકો પડ્યો છે. ચંદ્ર પર ઉતરાણ કરવાના પ્રયાસમાં ઈઝરાયલનું અંતરિક્ષ યાન ક્રેશ (દુર્ઘટનાગ્રસ્ત) થઈ ગયું છે. ઈઝરાયલનું ચંદ્ર અંતરિક્ષ યાન બેરેશીટ લેÂન્ડંગનો પ્રયાસ કરતી વખતે એÂન્જનમાં ખામી સર્જાવાના કારણે ક્રેશ થયું હોવાનું પ્રાથમિક અહેવાલમાં જણાવાયું છે.
પોતાનું મુખ્ય એÂન્જન ખરાબ થઈ ગયા પછી પણ યાને ચંદ્રની સપાટી પર ઉતરાણ કરવાની ઐતિહાસિક કોશિશ કરી હતી. ઈઝરાયલી અંતરિક્ષ યાને પૃથ્વી સાથેનો સંપર્ક ગુમાવી દીધો હતો અને ચંદ્ર પર ઉતરાણના થોડા સમય પહેલાં જ યાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું. ઈઝરાયલનું પ્રથમ મિશન મૂન નિષ્ફળ રÌšં હતું અને ઈતિહાસ રચવાનો મહ¥વાકાંક્ષી પ્રયાસ અસફળ રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં જ આ યાને ચંદ્રની કક્ષામાં પ્રવેશ કર્યો હતો.
ચંદ્ર પર ઉતરાણના અંતિમ તબક્કામાં અંતરિક્ષ યાનનો સંપર્ક પૃથ્વી પરના નિયંત્રણ કક્ષ (કન્ટ્રોલરૂમ)થી તૂટી ગયો હતો. તેના થોડા સમય બાદ જ આ મિશનને નિષ્ફળ જાહેર કરવામાં આવ્યું હતું. ઈઝરાયલ એરોસ્પેસ ઈન્ડસ્ટ્રીઝના અંતરિક્ષ વિભાગના ડાયરેક્ટર ઓફેર ડોરોને જણાવ્યું કે અમારું યાન ચંદ્રની સપાટી પર દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું છે. અંતરિક્ષ યાનના ટુકડેટુકડા થઈને લેÂન્ડંગવાળી જગ્યા પર વેર-વિખેર થઈ ગયા છે.
ડોરોને જણાવ્યું કે લેÂન્ડંગના થોડા સમય પહેલાં જ અંતરિક્ષ યાનનું એÂન્જન બંધ થઈ ગયું હતું. જ્યાં સુધી આ એÂન્જનને ફરીથી ચાલુ કરવામાં આવે ત્યાં સુધીમાં યાને સુરક્ષિત લેÂન્ડંગ કરતાં વધુ ગતિ પકડી લીધી હતી. હાલ ઈઝરાયલના વિજ્ઞાનીઓ આ નિષ્ફળતાનાં કારણો શોધી રહ્યા છે.
કન્ટ્રોલરૂમ સાથેનો સંપર્ક તૂટ્યો ત્યારે મૂન રોવર ચંદ્રની સપાટીથી ફક્ત ૧૦ કિલોમીટર દૂર હતું. ઈઝરાયલ તરફથી જારી કરવામાં આવેલા નિવેદનમાં જણાવાયું છે કે દુર્ભાગ્યથી અમે ચંદ્ર પર ઉતરાણ કરનારો ચોથો દેશ બની શક્્યા નથી. અમે ચંદ્રથી ખૂબ નજીક હતા. આ નિષ્ફળતાનાં કારણો તપાસીને અમે ફરીથી કોશિશ કરીશું.
ઉલ્લેખનીય છે કે બેરેશીટને રર ફેબ્રુઆરીએ સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું હતું અને ૪ એપ્રિલે તેણે ચંદ્રની કક્ષામાં પ્રવેશ કર્યો હતો. અંતરિક્ષ યાનના મિશનમાં ચંદ્રના સ્થાનિક ચુંબકીય ક્ષેત્રને માપવાની યોજના પણ સામેલ હતી. તેની સાથે એક લેસર રિટ્રોફ્લેક્ટર અને એક ડિજિટલ ટાઈમ કેપ્સ્યૂલ પણ મોકલવામાં આવી હતી. .

આભાર – નિહારીકા રવિયા