ઇસ્ટ આફ્રિકાની ધરતી પર નિર્માણ થનારું વડતાલ તાબાનું પ્રથમ સ્વામિનારાયણ મંદિર…

  • વડતાલની પ્રસાદીની ઇંટના પૂજન સાથે અગ્રણી હરિભક્તોની ઉપસ્થિતિમાં થયો મંદિર શિલાન્યાસ…
  • તાજેતરમાં વડતાલ ખાતે કાર્તિકી સમૈયા અંતર્ગત યોજાયેલ કથા સમારંભમાં આ નૂતન મંદિરના શિલાન્યાસ માટે પ્રસાદીની એક ઇંટ અર્પણ કરવામાં આવી હતી…
વડતાલ : વડતાલ મેનેજિંગ ટ્રસ્ટી બૉર્ડ તથા સત્સંગ મહાસભાના અવિરત પ્રયાસો અને વડતાલ ગાદીના પ.પૂ.આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજના આશિર્વાદથી તથા પરમ હરિભક્તો કે.કે.વરસાણી કચ્છ, પરેશભાઇ પટેલ વડતાલ, પરેશભાઇ પટેલ મહેળાવ, પ્રથમેશભાઇ પટેલ નાર, હરજીભાઇ રાઘવાણી, ચંદ્રેશભાઇ બાબરીયા, કુરજીભાઇ પટેલ, કાંતિભાઇ, દેવશીભાઇ, શિવજીભાઇ વગેરે કમિટિ અને ટ્રસ્ટી સભ્યો તથા પીઠડિયા ફેમિલી ઉપરાંત સત્સંગના સમાજના સંયુક્ત પ્રયાસોથી કેનિયા ખાતે આ સૂચિત વડતાલધામ મંદિરનું નિર્માણ થઇ રહ્યુું છે.
આજે વિ.સં.૨૦૭૭ કારતક વદ-૫ અને શનિવાર, તા.૫/૧૨/૨૦૨૦ના રોજ મંગલ પ્રભાતે આ સૂચિત મંદિરનો શિલાન્યાસ થયો હતો.
અત્રે યાદ રહે કે, તાજેતરમાં વડતાલ ખાતે કાર્તિકી સમૈયા અંતર્ગત યોજાયેલ કથા સમારંભમાં આ નૂતન મંદિરના
શિલાન્યાસ માટે પ્રસાદીની એક ઇંટ અર્પણ કરવામાં આવી હતી, જે આજે પાયામાં પધરાવાઇ હતી. આફ્રિકાની ધરતી પર વડતાલ તાબાનું મંદિર નિર્માણ થાય તે માટે સતત પ્રયાસો થતાંં રહ્યા છે. પૂજ્ય આચાર્ય મહારાજશ્રી, ચેરમેન દેવપ્રકાશ સ્વામી, ડૉ.સંત સ્વામી, શુકદેવપ્રસાદ સ્વામી નાર, વિશ્વવલ્લભ સ્વામી પીજ, પાર્ષદ પરેશ ભગત વગેરે  સંતોએ આફ્રિકાનો બેવાર ધાર્મિક પ્રવાસ પણ યોજ્યો હતો. કચ્છના કાનજીભાઇ વરસાણી સહિતના હરિભક્તોનો અવિસ્મરણિય પ્રયાસ રહ્યો છે ફળસ્વરૂપે આખરે ભૂમિપ્રાપ્તિ સાથે આજે મંદિરનો શિલાન્યાસ થયો હતો. અંદાજે બેએક વર્ષમાં મંદિર નિર્માણકાર્ય પૂર્ણ થશે. આ નૂતન મંદિરમાં સંતોના ઉતારા, વાહન પાર્કિંગ સુવિધા, ડાઇનીંગ હૉલ,
બાળયુવા પ્રવૃત્તિની સુવિધા સાથે ભવ્ય અને દિવ્ય શિખરબંધ મંદિરનું નિર્માણ થશે.