ઇસરોએ જાહેર કરી ચંદ્રયાન-૨ મિશનની પ્રથમ તસ્વીર : ૯થી ૧૬ જુલાઇ વચ્ચે લોન્ચિંગ થશે…

અમેરિકા, રૂસ, ચીન પછી ચંદ્ર પર રોવર ઉતારનારો ભારત ચોથો દેશ બનશે…

ચેન્નાઇ,
ઈસરોનો મહત્વપૂર્ણ પ્રોજેક્ટ ચંદ્રયાન-૨ મિશનનું ટેસ્ટિંગ આખરી તબક્કામાં છે. તમિલનાડુના મહેન્દ્રગિરી અને બેંગ્લોરના બ્યાલાલૂમાં ફાઈનલ ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. ઈસરોની તૈયારી ૯ જુલાઈએ લોન્ચિંગ કરવાની છે. ઈસરોના વર્તમાન શિડ્યૂલ મુજબ સ્પેસક્રાફ્ટ ૧૯ જૂને બેંગ્લોરથી રવાના થશે અને ૨૦ કે ૨૧ જૂન સુધીમાં શ્રીહરિકોટાના લોન્ચપેડ પર પહોંચી જશે. ઈસરોએ ચંદ્રયાન-૨ મિશનની પહેલી તસવીર બહાર પાડી છે. અમેરિકા, રૂસ અને ચીન પછી ચંદ્ર પર રોવર ઉતારનારો ભારત ચોથો દેશ બનશે.

થ્રીડી મેપથી લઈને પાણીની સુવિધા સુધી અને ખનિજોની તપાસથી લઈને તે જગ્યા પરના લેન્ડિંગ સુધી જ્યાં આજ સુધી કોઈ પહોંચી શક્યું નથી. ઈસરોએ ચાંદ પર જવાની મોટી તૈયારીઓ કરી રાખી છે. ઈસરોના આ મહત્વકાંક્ષી મિશનની સાથે ઘણા પડકારો પણ છે.

ચંદ્રયાન-૨ મિશનને પડનારી મુશ્કેલીઓ ધરતીથી ચાંદની સફર ૩,૮૪૪ કિલોમીટર છે. હવામાંથી પસાર થતી વસ્તુઓ મુખ્ય બાબત છે, જે ચાંદના ગુરુત્વાકર્ષણથી પ્રભાવિત છે. આ ઉપરાંત ચાંદ પર અન્ય વૈજ્ઞાનિકોની સંસ્થાઓની હાજરી અને સોલર રેડિએશનનો પણ તેના પર પ્રભાવ પડવાનો છે. ધીમું કોમ્યુનિકેશન પણ એક મોટી સમસ્યા હશે. કોઈ પણ સંદેશો મોકલવા અને તેને પહોંચવા કેટલોક સમય લાગશે. આ ઉપરાંત અન્ય અવાજો પણ સંદેશાઓને પ્રભાવિત કરી શકે છે

ઇસરોએ ચંદ્રયાન ૨નું લૉન્ચિંગ માર્ચ ૨૦૧૮માં નક્કી કર્યું હતું પરંતુ કેટલાક ટેસ્ટ બાદ એપ્રિલ અને પછી ઓક્ટોબર સુધી ટાળવામાં આવ્યું ત્યારબાદ જૂનમાં લૉન્ચિંગનો નિર્ણય લેવામાં આવ્યો.