ઇશાંત શર્માએ ટેસ્ટમાં ૩૦૦ વિકેટ પૂર્ણ કરી : ત્રીજો ફાસ્ટ બોલર બન્યો…

7

ચેન્નાઇ : ઈશાંત શર્માએ લોરેંસની વિકેટ લેવાની સાથે ટેસ્ટ ક્રિકેટમાં ૩૦૦મી વિકેટ ઝડપી હતી. તે ટેસ્ટ ક્રિકેટમાં ૩૦૦ વિકેટ ઝડપનારો ભારતનો માત્ર ત્રીજો ફાસ્ટ બોલર બન્યો હતો. આ પહેલા કપિલ દેવ અને ઝહીર ખાન આ કારનામું કરી ચુક્યા છે. કપિલ દેવે ૧૩૧ ટેસ્ટમાં ૪૩૪ વિકેટ અને ઝહીર ખાને ૯૨ ટેસ્ટમાં ૩૧૧ વિકેટ લીધી છે.
ભારત તરફથી ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ અનિલ કુંબલેના નામે છે. કુંબલેએ ૬૧૯ વિકેટ ઝડપી છે. તે પછી ૪૨૩ વિકેટ સાથે કપિલ દેવ બીજા, ૪૧૭ વિકેટ સાથએ હરભજન ત્રીજા, ૩૮૨ વિકેટ સાથે અશ્વિન ચોથા અને ૩૧૧ વિકેટ સાથે ઝહીરખાન પાંચમા ક્રમે છે. ઈશાંત ટેસ્ટ ક્રિકેટમાં ૩૦૦ કે તેથી વધુ વિકેટ લેનારો ભારતનો છઠ્ઠો બોલર બન્યો હતો.