ઇવીએમ એક હોલ સેલ ફ્રોડ, બેલેટ પેપર જ શ્રેષ્ઠ છે : સુબ્રમણ્યમ સ્વામીની સલાહ…

19

આસામના ઇવીએમ વિવાદ બાદ ખુદ ભાજપ નેતાનો ઘટસ્ફોટ

ન્યુ દિલ્હી : ભાજપના નેતા અને રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું છે કે મતદાન માટે ઉપયોગમાં લેવાતા ઇવીએમ મશીન એક હોલ સેલ ફ્રોડ છે. જેને પગલે બાદમાં કોંગ્રેસના સાંસદ દિગ્વિજયસિંહે પણ સ્વામીને સમર્થન આપ્યું અને સાથે સવાલ કરી નાખ્યો કે શું ઇવીએમ સામેના આંદોલન અને વિરોધમાં તમે અમારી સાથે જોડાશો?
સુબ્રમણ્યમ સ્વામી એક વીડિયોમાં બોલતા જણાય છે કે જ્યારે આપણા દેશમાં બેલેટ સિસ્ટમથી મતદાન થતું હતું ત્યારે દરેક પક્ષોના મતદાતા હતા, ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન એક હોલ સેલ ફ્રોડ છે. નોંધનીય છે કે આસામમાં ભાજપ અધ્યક્ષ કૃષ્ણેંદુ પોલની પત્નીના નામે દાખલ એક કારમાંથી ઇવીએમ મળી આવ્યું હતું. જેને પગલે ચૂંટણી પંચે પ્રિસાઇડિંગ ઓફિસર અને ત્રણ અન્ય અધિકારીઓને સસ્પેન્ડ કર્યા હતા.
આસામના ઇવીએમ વિવાદ વચ્ચે ખુદ ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું છે કે ઇવીએમ એક હોલ સેલ ફ્રોડ છે. જે બાદ દિગ્વિજયસિંહે ટિ્‌વટ કરીને સ્વામીનો એ વીડિયો શેર કર્યો છે જેમાં તેઓ ઇવીએમ હોલ સેલ ફ્રોડ હોવાનું કહી રહ્યા છે.
સાથે દિગ્વિજયસિંહે સવાલ કર્યો છે કે સુબ્રમણ્યમ સ્વામીજી શું તમે હજુ પણ માનો છો કે ઇવીએમ એક હોલ સેલ ફ્રોડ છે? જો માનતા હોય તો શું તમે અમારા બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાના કેમ્પેઇનમાં જોડાવવા માટે તૈયાર છો?