ઇરફાન ખાન સાથે કામ કરવાની ઉત્કટ ઇચ્છા હતીઃ કરીના

મોખરાની અભિનેત્રી કરીના કપૂર ખાને  હતું કે ખાસ તો ઇરફાન ખાન જેવા કલાકાર સાથે કામ કરવાની મારી ઉત્કટ ઇચ્છા હતી એટલે સાવ ટૂંકો રોલ હોવા છતાં મેં અંગ્રેજી મિડિયમ ફિલ્મ સ્વીકારી હતી.
થોડા દિવસ પહેલાં એવા પણ અહેવાલો પ્રગટ થયા હતા કે રોલ ટૂંકો હોવાથી કરીનાએ અંગ્રેજી મિડિયમ ફિલ્મ કરવાની ના પાડી હતી. પરંતુ કરીનાએ એવી સ્પષ્ટતા કરી હતી કે મેં આ ફિલ્મ કરવાની ના પાડી નહોતી.
‘વાસ્તવમાં મારે ઇરફાન ખાન સાથે કામ કરવાની આ તક જતી કરવી નહોતી એટલે મેં આ રોલ સ્વીકારી લીધો હતો. ભલે રોલ ફક્ત પાંચ મિનિટનો હોય પરંતુ ઇરફાન ખાન સાથે કામ કરતાં ઘણું શીખવા મળે એવો એ કસાયેલો કલાકાર છે’ એમ કરીનાએ  હતું.
એણે ઉમેર્યું હતું કે મને ફિલ્મ સર્જક હોમી અડજાણિયાએ પણ એજ  હતું કે ભલે તારો રોલ નાનો રહ્યો, પરંતુ ઇરફાન ખાન સાથે કામ કરવાની તક ફરી મળે કે ન પણ મળે એટલે તારે આ રોલ સ્વીકારી લેવો જાઇએ.