ઇંગ્લેન્ડ સામેની ટી-૨૦ સિરીઝમાંથી વરૂણ ચક્રવર્તી બહાર થાય તેવી શક્યતા…

7

અમદાવાદ : ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ સિરીઝ બાદ ઇંગ્લેન્ડ સામે પાંચ મેચની ટી૨૦ સિરીઝ રમવાની છે. ટી૨૦ સીરીઝ માટે ટીમની ઘોષણા થઈ ચૂકી છે, જેમાં વરુણ ચક્રવર્તીનું નામ પણ છે. જો કે, આ દરમિયાન, સમાચાર આવી રહ્યા છે કે આ સ્પિનર ??ટી -૨૦ શ્રેણીમાંથી બહાર થઈ શકે છે. મીડિયા રિપોટ્‌ર્સ અનુસાર વરૂણ ચક્રવર્તીએ બીસીસીઆઈના નવા ફિટનેસ ટેસ્ટમાં સારું પ્રદર્શન કર્યું નથી, જેના કારણે તેમને બહાર બેસવું પડી શકે છે.
એક અહેવાલ મુજબ વરૂણ ચક્રવર્તી પર ટીમની બહાર થવાનો ખતરો છે કારણ કે તેણે ભારતીય ખેલાડીઓ માટે બનાવવામાં આવેલી નવી ફિટનેસ ટેસ્ટમાં સારું પ્રદર્શન કર્યું નથી. બીસીસીઆઈની નવી ટેસ્ટમાં ૨ કિમીની દોડ ૮.૫ મિનિટ અને યો-યો પરીક્ષણમાં ઓછામાં ઓછો ૧૭.૧નો સ્કોર બનાવવાનો હોય છે. મીડિયા સાથે વાત કરતી વખતે વરૂણ ચક્રવર્તીએ કહ્યું કે, તેઓ હજી પણ બીસીસીઆઈના જવાબની રાહ જોઈ રહ્યો છે. તેમના કહેવા મુજબ હજુ સુધી કોઇએ તેમને કંઇ કહ્યું નથી.
વરૂણ ચક્રવર્તીની સાથે પાંચ મહિનામાં એવુ બીજી વાર થશે જ્યારે તે ટીમ ઈન્ડિયાની બહાર થશે. ઓસ્ટ્રેલિયા સામેની ટી -૨૦ સિરીઝ માટે તેની ટીમ ઈન્ડિયામાં પસંદગી થઈ હતી પરંતુ ઈજાના કારણે તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. વરૂણ ચક્રવર્તીએ ગઈ સીઝનમાં દ્ભદ્ભઇ માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું, ત્યારબાદ તેને ટીમ ઈન્ડિયામાં સ્થાન મળ્યું હતું. ઈજા બાદ વરૂણ ચક્રવર્તીને રાષ્ટ્રીય ક્રિકેટ એકેડેમીમાં રાખવામાં આવ્યો હતો.