ઇંગ્લેન્ડ વિરુદ્ધ વન-ડે,ટી-૨૦માં બુમરાહને આરામ અપાય તેવી શક્યતા…

7

મુંબઇ : વર્ક મેનેજમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત ભારતના ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહને ઇંગ્લેન્ડ સામેની મર્યાદિત ઓવરોની શ્રેણીમાં મેનેજમેન્ટ આરામ આપી શકે છે. આ મેચ ૧૨ માર્ચથી શરૂ થશે. બુમરાહને ચેપૌક ખાતેની બીજી ટેસ્ટમાં પણ આરામ આપવામાં આવ્યો હતો, જેમાં ભારતની ૩૧૭ રનથી જીતી થઈ હતી. તે આગામી બન્ને ટેસ્ટ મેચ રમશે, જેમાં જીતીને ભારત પ્રથમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરશે.
બીસીસીઆઈના એક અધિકારીએ કહ્યું કે, જસપ્રીતે ઓસ્ટ્રેલિયાના પ્રવાસની શરૂઆતથી લઈને અત્યાર સુધીમા ૧૮૦ ઓવર ફેંકી છે અને ચાર ટેસ્ટમાં લગભગ ૧૫૦ ઓવર ફેંકી દીધી છે. આ સિવાય તેણે ઘણા કલાકો મેદાનમાં વિતાવ્યા છે. તેથી તેને મર્યાદિત ઓવરની શ્રેણીમાં આરામ આપવામાં આવશે.
રવિચંદ્રન અશ્વિને આઈપીએલમાં સારૂ પ્રદર્શન કર્યું હતું અને હવે તે જોવાનું રહ્યું કે તે રાહુલ દ્રવિડ (૨૦૧૧ ઈંગ્લેન્ડ સિરીઝ) ની જેમ કમ બેક કરશે. તે સમયે દ્રવિડ ત્રણ વર્ષ બાદ વનડે ટીમમાં પાછો ફર્યો હતો અને તેણે ટેસ્ટ મેચોમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. જોકે, દ્રવિડે તે શ્રેણી બાદ નિવૃત્તિ જાહેર કરી દીધી હતી. તો બીજી તરફ મુંબઇના પ્રતિભાશાળી બેટ્‌સમેન સૂર્યકુમાર યાદવના નામ પર પણ વિચાર કરી શકે છે, કેમ કે પસંદગીકારોની નજર ટી-૨૦ વર્લ્ડ કપ પર છે.